અમિત શાહ આજે અમદાવાદમાં: પરપ્રાંતીયો સાથે બેઠક કરી શકે છે

અમદાવાદ તા,11
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદમાં છે. ત્યારે અમિત શાહના નિવાસસ્થાને ભાજપના આગેવાનનો મુલાકાતનો દોર શરૂ થઈ ગયો છે. પ્રદેશ સેક્રેટરી પ્રદીપસિંહ વાઘેલાએ અમિત શાહ સાથે મુલાકાત લીધી હતી અને ચૂંટણી સંબંધી જવાબદારીને લઈને ચર્ચા કરી હતી. અમિત શાહ વર્ષોથી નવરાત્રીમાં વતન માણસાની મુલાકાત લે છે. ત્યારે નવરાત્રી નિમિત્તે તેઓ માણસામાં માતાજીના દર્શન કરશે. પરપ્રાંતીયો મુદ્દે પ્રદેશ નેતા સાથે વાતચીત કરી શકે છે. સાથે જ પરપ્રાંતીય આગેવાનો સાથે પણ બેઠક કરી શકે છે.