બિગ-બી શા માટે રડી પડ્યા?

મુંબઇ તા.11
‘કૌન બનેગા કરોડપતિ’માં લગભગ તમામ ક્ધટેસ્ટન્ટની એવી વાર્તા સાંભળવા અને જોવા મળે છે જે બધાને ભાવુક કરી દે છે. આવામાં શોના હોસ્ટ અમિતાભ બચ્ચન તેમનો જુસ્સો વધારે છે પણ તાજેતરમાં જ એક એપિસોડમાં કંઇક એવું જોવા મળ્યું કે, તે બિગ બી પોતે જ રડી પડ્યાં અને માંડ-માંડ પોતાના ઇમોશન્સ પર ક્ધટ્રોલ કર્યો.
અસલમાં 11 ઓક્ટોબરે આજે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો બર્થ ડે અને આ નિમિતે તેમને સરપ્રાઇઝ આપવા માટે શોમાં તેમની દિવગંત માં તેજી બચ્ચનના અવાજમાં તેમને એક કવિતા સંભળાવવામાં આવી. નવાઇની વાત એ છે કે, બચ્ચને ક્યારેય પોતાની માતાને આ રીતે ગાતા સાંભળ્યા નહોતા એટલે તો આ સાંભળીને ભાવુક થઇ ગયા અને પોતાના આંસુ પર કાબુ મેળવી ન શક્યા. આનો એક પ્રોમો પણ સોની ટીવી ચેનલે ટ્વીટ કર્યો છે અને કેપ્શન આપ્યું છે, ‘આપણી આસપાસ પડછાયાની જેમ દેખાય છે, કોણ કહે છે કે માતા-પિતા ચાલ્યા જાય છે.’ આ સ્પેશિયલ એપિસોડ બિગ બીના બર્થ ડે એટલે કે આજે 11 ઓક્ટોબરે ટેલિકાસ્ટ કરવામાં આવશે.