‘તિતલી’ તોફાનની કાલના ટેસ્ટ પર અસર પડશે?

 હૈદરાબાદમાં ખેલાનારી ટેસ્ટ પર વાવાઝોડાના વાદળો
નવી દિલ્હી તા,11
બંગાળની ખાડીમાં બનેલા દબાણના કારણે તટવર્તીય વિસ્તારમાં ચક્રવાતી તોફાન ‘તિતલી’નો ભય તોળાઈ રહ્યો છે. ભારતીય મૌસમ વિભાગ (આઈએમડી)એ ગઇકાલે જ તોફાનની ચેતવણી આપી હતી. આથી ભારત વેસ્ટઈન્ડિઝ વચ્ચે હૈદરાબાદમાં રમાનાર મેચને પણ અસર પહોંચી શકે છે. હવામાન વિભાગે આશંકા વ્યકત કરી છે કે આ તોફાન દરમિયાન 145 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. આ ચક્રવાતની સૌથી વધુ અસર ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ પર પડશે. નોંધનીય છે કે જો આ તોફાન
પૂર્વતટ વિસ્તારમાં ત્રાટકશે તો હૈદરાબાદમાં વરસાદ થશે. જેની અસર ટેસ્ટ પર પડશે.
નોંધનીય છે કે બે ટેસ્ટની સીરિઝનો બીજો મેચ શુક્રવારે હૈદરાબાદમાં રમાશે. જો આ તોફાન નબળું ન પડ્યું તો ઝડપી હવા સાથે વિસ્તારમાં વરસાદ થવાની પણ શકયતા છે. હૈદરાબાદ પણ આ તોફાનની ઝપેટમાં હશે. જો આંધ્રપ્રદેશમાં તિતલી તોફાનની વાત કરવામાં આવે તો વિશાખાપટ્ટનમ, શ્રીકાકુલમ અને વિજયનગરમમાં પહોંચવાની શકયતા છે. નોંધનીય છે કે જેવી આશંકાઓ વ્યકત કરાઈ રહી છે કે જો આ તોફાન એવું જ રહ્યું તો હૈદરાબાદમાં તોફાન સાથે ભારે પવન અને વરસાદની પણ શકયતા રહેશે. આથી શુક્રવારે થનારી ટેસ્ટ મેચ પર પણ અસર પડી શકે છે.