BRTS ઉપર દોડશે ખાનગી વાહનો

  • BRTS ઉપર દોડશે ખાનગી વાહનો

 મનપાએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી, સ્કૂલ વાહનોને પ્રથમ અગ્રતા
રાજકોટ તા. 11
રાજકોટના ટ્રાફીકથી ધમધમતા 150 ફૂટ રીંગ રોડ પરના ટ્રાફીક ભારણને ઘટાડવા માટે મહાનગરપાલીકાએ આયોજન હાથ ધર્યુ છે તે મુજબ બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનોને દોડવા માટે મંજુરી આપવામાં આવશે જેમાં સ્કુલ વાહનોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.
મ્યુ.કમિશ્ર્નરે બંછાનીધી પાનીએ જણાવેલ કે 150 ફૂટ રીંગ રોડ પર વધી રહેલા સતત ભારણને ઘટાડવા માટે બીઆરટીએસ રૂટ પર મામુલી ચાર્જ લઈને પ્રાઈવેટ વાહનોને ચાલવા માટે મંજુરી આપવામાં આવશે. 25 સીટરથી મોટા વાહનોને ફકત મંજુરી મળશે જેમાં સ્કુલ વાહનોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.
ઉપરોકત વાહનોને ફકત બીઆરટીએસ રૂટ પર ચાલવાની મંજુરી આપવામાં આવશે. વાહનોને કોઈ સ્થળે સ્ટોપ નહી મળે ઉપરોકત પ્રોજેકટને મંજુરી આપવા માટે આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યાર બાદ સ્કુલ વાહનોને અગ્રતા આપી એસટી બસ સહિતના વાહનોને પણ મંજુરી આપવામાં આવશે.