કેન્દ્રિય મંત્રી અકબરને પડતા મુકાશે?October 11, 2018

 આરોપમાંથી નિર્દોષ સાબિત નહીં થાય ત્યાં સુધી ભાજપમાંથી પણ રાજીનામું આપે તેવી શકયતા
નવી દિલ્હી તા,11
હેશટેગ મી-ટુના આરોપોમાં ઘેરાયેલા વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબરને રાજીનામું આપવું પડે તેવી શક્યતાઓ છે. સૂત્રો પ્રમાણે સરકાર આના સંદર્ભે આકરા પગલા ઉઠાવે તેવી શક્યતા છે. એમ. જે. અકબર અંગત કારણોને ટાંકીને રાજીનામું આપે તેવી શક્યતા છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબરનું વિદેશથી પાછા ફર્યા બાદ રાજીનામું લેવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ પોતે પાકસાફ સાબિત થાય નહીં ત્યાં સુધી એમ. જે. અકબર ભાજપમાંથી પણ રાજીનામું આપે તેવી શક્યતા છે.
કોંગ્રેસે આક્રમક તેવરો સાથે યૌન ઉત્પીડનના આરોપો મામલે અકબરનું રાજીનામું માંગ્યું છે. બે વરિષ્ઠ મહિલા પત્રકારોએ એમ. જે. અકબર પર જાતીય સતામણીનો આરોપ
(અનુસંધાન પાના નં.10)
લગાવ્યો છે. વરિષ્ઠ પત્રકાર પ્રિયા રામાનીએ સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અંગ્રેજી મેગેઝીન વોગમાં હાર્વે વિન્સિટન્સ ઓફ ધ વર્લ્ડ શીર્ષકવાળા પોતાના આર્ટિકલમાં જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. તે એમ. જે. અકબર હતા. તેઓ તે વખતે તંત્રી હતા અને તેના માટે તેમણે ઈન્ટરવ્યૂ આપ્યો હતો.
પત્રકાર પ્રિયા રમાનીએ એમ. જે. અકબરને દરિંદાની સંજ્ઞા આપીને એક હોટલમાં પોતાના ઈન્ટરવ્યૂની સમગ્ર કહાણી રજૂ કરી હતી. તેમણે નમોલ્લેખ કર્યા વગર લખ્યું હતું કે તેમણે તેમનો હોટલના રૂમમાં ઈન્ટરવ્યૂ લીધો અને તેમને દારૂ ઓફર કર્યો હતો. તેમણે બેડ પર પોતાની પાસે બેસવાનું કહ્યું હતું. પોસ્ટમાં મહિલા પત્રકારે જણાવ્યુ હતુ કે અકબર અશ્લિલ ફોન કોલ્સ, મેસેજ અને અસહજ ટીપ્પણીઓ કરવામાં માહેર છે. અકબરે હિંદી ગીતો પણ ગાયા હતા.
મહત્વપૂર્ણ છે કે હાલ અકબર નાઈજીરિયાના અબુજાની મુલાકાતે છે અને તેઓ ભારત-પશ્ચિમ આફ્રિકા સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. તેઓ ભારત પાછા ફરે પછી તેમની સામે કાર્યવાહીની શક્યતા છે.