નવરાત્રિ સાધના: વૈશ્ર્વિક ઊર્જા સાથે જોડાવાનો શ્રેષ્ઠ સમયOctober 11, 2018

આપણી સંસ્કૃતિમાં આધ્યાત્મ જેવાં ગહન વિષયને પણ હર્ષ અને આનંદ સાથે વણી લેવામાં આવ્યો છે. દરેક તહેવારમાં મનુષ્ય પર પડતી બાહ્ય વાતાવરણની અસરને ખાળવા માટે મનાવવાનો રિવાજ રાખવામાં આવ્યો છે.
આવો જ એક ઊર્જાસભર તહેવાર એટલે નવરાત્રિ. નવ રાત સુધી આંતરિક યાત્રા કરી દસમા દિવસે વિજયાદશમીએ આંતરિક બાધાઓ પર વિજય મેળવી, ભૂતકાળનું બધું ભૂલી ફરીવાર નવી શરૂઆત કરવી. હિલેરી રોડ્રિગ્ઝ નામનાં લેખકે ઇ.સ.2009માં છશિીંફહ ઠજ્ઞતિવશા જ્ઞર વિંય ૠયિફિં ૠજ્ઞમમયતત નામનું પુસ્તક લખ્યું છે. તેઓ ઝવય ઞક્ષશદયતિશિું જ્ઞર કયવિંબશિમલય, ઈફક્ષફમફના ઝવય ઉયાફિળિંયક્ષિં જ્ઞર છયહશલશજ્ઞીત જિીંમશયતમાં છે. તેઓએ લખ્યું છે કે, નવરાત્રિ દરમિયાન દુર્ગાપૂજા એ એક એવી ધાર્મિક પ્રક્રિયા છે કે જે વશ્ર્વિક નવીનીકરણનું કાર્ય કરે છે અને એ પણ વ્યક્તિગત અને સામાજિક બન્ને સ્તર પર સશક્તિકરણ થાય છે. આ માનવીય પ્રક્રિયા દિવ્ય અને માનવીય સ્તર પર સ્ત્રી તત્વને ઉજાગર કરવાનું કાર્ય કરે છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ અષાઢ માસમાં આવતી આ નવરાત્રિનું ખૂબ જ મહત્વ છે. આધ્યાત્મિક પ્રગતિ માટે આ નવરાત્રિના દિવસો સહાયક હોય છે. જેમ મા બાળકને નવ મહિના ગર્ભમાં રાખે છે અને બાળકનો જન્મ થાય છે, એવી જ રીતે નવ દિવસની અંદર મનુષ્ય શરીરની અંદર રહેલી માં કુંડલિની શક્તિની સાધનાના દિવસો છે. પહેલાં ત્રણ દિવસોમાં કુંડલિની શક્તિને મહાકાલી રૂપે વર્ણવી છે જે આપણાં શરીરની અશુદ્ધિઓ દૂર કરે છે. એટલે કે, મનુષ્ય શરીરમાં આવેલાં સાત ચક્રો પૈકીનાં મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્રોની શુદ્ધિ થવાથી વાસના અને અતિવિચારથી મુક્તિ આપે છે. બીજાં ત્રણ દિવસમાં કુંડલિની શક્તિને લક્ષ્મી રૂપે વર્ણવી છે. એટલે નાભિ, હૃદય અને વિશુદ્ધિ ચક્રોની શુદ્ધિ કરે છે અને સંતોષ, સુરક્ષા અને યશની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછીના ત્રીજા ત્રણ દિવસોમાં માં કુંડલિની શક્તિને સરસ્વતી રૂપે વર્ણવી છે જે જ્ઞાન આપે છે. એટલે કે, સૌથી ઉપર સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચાડે છે અને વ્યક્તિ બધાં દુર્ગુણો પર વિજય મેળવે છે અને દશેરાના દિવસને વિજયાદશમી તરીકે મનાવવામાં આવે છે. નવરાત્રિ વાસ્તવમાં અંતરની યાત્રાના શ્રેષ્ઠ દિવસો છે. જેમ ગરબાની વચ્ચે દીવો પ્રગટાવી રાખવાનું મહત્વ છે તે પ્રતીકાત્મક છે કે, આ શરીરની અંદર આત્મજ્યોતિ સદૈવ પ્રજ્વલિત રહેવી જોઈએ.
માતાજીની આરતીમાં પણ "જય માં આદ્યશક્તિ શબ્દ આવે છે. આ "આદ્ય એટલે આદિકાળથી પ્રગટ જે દિવ્ય, ભવ્ય અને અનંત શક્તિ છે. આરતીના વર્ણનમાં જ કુંડલિની શક્તિ જેમ જેમ ચક્રોને પાર કરે છે તેમ તેમ પ્રાપ્ત થતી સિદ્ધિઓનું વર્ણન છે. આરતીના શબ્દોમાં ગર્ભિત અર્થ છુપાયેલો છે. શ્રી રામકૃષ્ણ પરમહંસે આ આદ્ય શક્તિને મહાકાલી કહી છે. તેઓ કહેતાં કે, "મારી માઁ શ્યામા છે, પરંતુ તમે સમજતાં નથી. એ શ્યામા એટલે અનંતનું પ્રતીક છે. આદિ શંકરાચાર્યએ પણ આ જ શક્તિની સાધના કરી છે. તેમનાં ગ્રંથ ‘સૌંદર્ય લહેરી’માં કુંડલિની શક્તિનું માં સ્વરૂપે વર્ણન કર્યું છે અને ત્રિપુરા સુંદરી તરીકે વર્ણવ્યા છે. આજે પણ દ્વારકામાં દ્વારકાધીશનાં મંદિરની જમણી બાજુ તેની સ્થાપના કરી છે. આદિ શંકરાચાર્યને પણ તેની અનુભૂતિ થયેલી.
આપણાં ગરબાઓમાં પણ આવે છે કે, ‘ગગનમંડળની ગાગરડી રે ગરબો’ એટલે કે, આખાં ગગન મંડળની નાની આવૃત્તિ આ ગરબો છે. આપણી અંદર પણ એક અવકાશ છે અને બ્રહ્માંડમાં પણ અવકાશ છે. નવરાત્રિનાં અનુષ્ઠાનમાં પ્રકૃતિ પણ આપણને સાધના માટે સહાયક બને છે. આ નવરાત્રિ શરદ ઋતુમાં આવે છે, આ ઋતુમાં દૂધ, ખીર જેવાં સૌમ્ય આહારનું સેવન કરવું જોઈએ.આયુર્વેદમાં પણ કહ્યું છે કે, આ શરદઋતુમાં પહેલાં પ્રહરમાં ચાંદનીનું સેવન કરવું ખૂબ જ હિતકર છે. એટલે કે, સાંજ પડ્યા પછી રાત્રિનાં 9.30 થી 10 વાગ્યા આસપાસ ચંદ્રમાનો પ્રકાશ પણ સાધનામાં સહાયક બને છે. રાત્રે આ પ્રહરમાં થતી માતાજીની આરતીના ઘંટ અને શંખનાં ધ્વનિના તરંગોની દૂર દૂર સુધી અસર થાય છે. આ ઘંટ અને શંખ નાદથી રોગાણું નાશ થાય છે તેને વૈજ્ઞાનિક આધારો પણ મળેલ છે. આ સમય દરમિયાન કુંડલિની શક્તિ ભાવપૂર્ણ સ્થિતિ નિર્માણ થઈ જાય તો આ ભાવનાત્મક સંબંધનાં કારણે નિર્વિચારિતા સ્થાપિત થઇ જાય છે અને નિર્વિચાર સ્થિતિમાં સરળતાથી સહસ્ત્રાર ચક્ર પર સ્થિત થઈ વાતાવરણમાં રહેલાં ચૈતન્ય સાથે સંપર્ક થઈ જાય છે. બહારની અને અંદરની પ્રકૃતિ એકાકાર થઈ જાય છે અને ગરબાનો હેતુ સિદ્ધ થઈ જાય છે.
- મોહિતભાઈ કાચા
(આધ્યાત્મિક વક્તા, ધ્યાનયોગ નિષ્ણાંત, લાઈફ કોચ)