તૃષ્ણાOctober 11, 2018

એક દિવસની વાત છે એક વાણંદ રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો એક ઝાડ પાસેથી પસાર થતા તેને ગેબી અવાજ સંભળાયો તને સોનાના સિક્કા ભરેલી સાત કોઠી જોઇએ છે?
વાણંદે કહ્યું હાં, મારે જોઇએ છે. ફરી અવાજ આવ્યો કે, ‘ઘેર પહોંચી જા’. પેલા વાણંદે ઘરે પહોંચીને જોયું તો સાત કોઠીઓ સોનામહોરથી ભરેલી જોઇ આ સાતમાંથી એક કોઠી થોડી અધુરી હતી.
આ જોઇ તેને થયું કે પોતે આ સાતમી કોઠી પણ સોનામહોરથી ભરી દેશે. તેણે ઘરના બધાના ઘરેણા વેંચી સોનાના સિક્કા ખરીદી કોઠીમાં નાંખ્યા પણ કોઠી ભરાતી ન હતી. તેણે રાજાને પગાર વધારવાની વિનંતી કરી રાજાએ પગાર ડબલ કરી દીધો બધીજ આવક બચાવી તે કોઠી ભરવામાં લાગી ગયો ખાવા પીવાનું બંધ કર્યું અને છેલ્લે તો તેની તૃષ્ણા એટલે સુધી વધી ગઇ કે તે રસ્તા પર ભીખ માંગવા લાગ્યો. દિવસો પસાર થતા તેની હાલત બગડતી ચાલી આ વાત રાજા સુધી પહોંચી. રાજાએ એને બોલાવ્યો અને બધી વાત જાણવા મળી રાજાએ કહ્યું કે મહેનત વગરનો પૈસો ક્યારેય કોઇ ભોગવી શકતુ નથી ચાહે એ ઘર હોય કે રાજપાટ. એ સંપતિને ફરી એ ગેબી અવાજને પાછી આપી દે અને જે મહેનત થી મળે છે તે મોજથી વાપરી અને સુખેથી જીંદગી વિતાવ. : બોધ :
મહેનત વગરના પૈસાની લાલચ ખરાબ છે એ પૈસાની લાલચની જાળમાં માણસ ફસાતો જાય છે. તેથી જે મહેનતનો પણ ઓછો પૈસો મળે તેમાં જ સંતોષ રાખવો અને તેનાથી જ સુખી રહી શકાય છે.