ચિંતનOctober 11, 2018


તમે પ્રભાવના કરો છો ને? જે પ્રભાવના કરવા વાળા છે? તેની યાદશક્તિ બહુ સારી હોય છે. કોઇ એક વ્યક્તિ બીજી કે ત્રીજી વાર પ્રભાવના લેવા આવે તો શું કરો? બીજા નવા સો લોકો આવે તો વાંધો નથી પરંતુ એક જ વ્યક્તિ બીજીવાર ન આવવી જોઇએ. એવું શા માટે વિચારો છો? એક વખત નહીં ગમે તેટલી વખત પ્રભાવના લેવા આવે તો તમે આપતા રહો ત્યારે જ સંઘ પૂજા સાર્થક થશે.
જો કોઇ મહારાજ સાહેબ તમારા ઘરે ગૌચરી વ્હોરવા એક થી વધુ વખત આવે તો તમે કંઇ બોલો છો? તો શા માટે ના પાડવી જે લેવા આવે છે તેને વિશાળ હૃદય રાખીને આપો.
હૃદયના ઉદાર બની જાવ કૃપણ ન બનો દરેક વસ્તુની પ્રાઇઝ જુઓ તેની વેલ્યુ પણ જુઓ લેવાવાળા શ્રીસંઘમાં આવ્યા છે. આધ્યાત્મ જગત દિમાગવાળાનું નથી દિલવાળાનું જ છે. આધ્યાત્મ જગતમાં દિમાગ ઓછું લગાવો દિલ વધુ લગાવો. અષ્ટાન્હિકા મહોત્સવ, રથયાત્રા, દેવદ્રવ્યની વૃધ્ધિ, તીર્થયાત્રા, મહાપુજા અને સ્નાત્ર મહોત્સવ ભગવાનથી રીલેટ કરે છે.