જગન્નાથ મંદિરમાં સુપ્રીમ ‘પ્રવેશ સંહિતા’October 11, 2018

નવી દિલ્હી તા. 11
દેશના આસ્થાના કેન્દ્રોમાંથી મુખ્ય સ્થાન ગણાતા જગન્નાથ મંદિરને લઇ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે. આજે સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કહૃાું હતું કે, કોઇપણ પોલીસ કર્મી હથિયારોને લઇને તથા શૂઝ પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં.
મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઈન લગાવીને દર્શન કરવાની વ્યવસ્થા લાગ્ાૂ કરવાના ગાળા દરમિયાન ત્રીજી ઓકટોબરના દિવસે થયેલી હિંસાની નોંધ લેતા સુપ્રીમ કોર્ટ તરફથી આ મુજબનો આદેશ કરવામાં આવ્યો છે. શૂઝ પહેરીને તથા હથિયાર લઇને જગન્નાથ મંદિરમાં પોલીસ કર્મી પ્રવેશ કરી શકશે નહીં. ઓરિસ્સા સરકારે ન્યાયમૂર્તિ મદન બી લાકુર અને ન્યાયમૂર્તિ દિપક ગ્ાુપ્તાની પીઠને કહૃાું હતું કે, પુરીના જગન્નાથ મંદિરમાં હિંસાના સંદર્ભમાં 47 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. રાજ્ય સરકારે પીઠને કહૃાું છે કે, જગન્નાથ મંદિર સંકુલમાં કોઇપણ પ્રકારની હિંસા થઇ નથી. હિંસાના ગાળા દરમિયાન મંદિર વહીવટીતંત્રના ઓફિસ ઉપર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી હતી. મામલામાં દરમિયાનગીરીની માંગ કરનાર સંગઠન તરફથી ઉપસ્થિત રહેલા વકીલે પીઠની સમક્ષ દાવો કર્યો હતો કે, હિંસાના ગાળા દરમિયાન પોલીસ કર્મચારી હથિયારોની સાથે શૂઝ પહેરીને મંદિરમાં પ્રવેશ કરી ગયા હતા.
જ્યારે પોલીસે કહૃાું હતું કે, ત્રીજી ઓકટોબરના દિવસે એક સામાજિક સાંસ્કૃતિક સંસ્થા દ્વારા લાઈનમાં દર્શન કરવાની વ્યવસ્થાના વિરોધમાં 12 કલાક માટે બંધની હાકલ કરી હતી. આ ગાળા દરમિયાન મંદિર સંકુલમાં
હિંસા થઇ હતી જેમાં નવ લોકો ઘાયલ થયા હતા.