તુષાર મહેતા દેશના નવા સોલિસિટર જનરલ બનશેOctober 11, 2018


અમદાવાદ: એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા દેશના નવા સોલિસિટર જનરલ હશે. તુષાર ગુજરાતના એડવોકેટ જનરલ રહી ચૂક્યા છે. પૂર્વ સોલિસિટર જનરલ રંજીત કુમારના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું. ગત વર્ષે 20 ઓક્ટોબરે તેમને રાજીનામુ આપ્યું હતુ. રંજીત કુમારે વ્યક્તિગત કારણોના કારણે રાજીનામુ આપ્યુ હતુ. મહેતા 2014થી નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદથી જ એડિશનલ સોલિસિટર જનરલની ભૂમિકા ભજવી રહ્યાં છે. તેઓ ઘણા બધા મહત્વપૂર્ણ મામલાઓમાં સરકાર તરફથી કોર્ટમાં ઉતર્યા છે. જેમા આઈટી સેક્ટર સેક્શન 66અ ને પડકાર આપવાનો મામલો પણ સામેલ છે. કેબિનેટની નિયુક્તિ કમેટીએ તુષાર મહેતાના નામને મંજૂરી તેમના કાર્યકાળ સંભાળવાની સાથે જ કરી દીધી છે. તેઓ 30 જૂન 2020 સુધી આવનાર આદેશ સુધી આ પદ પર રહેશે. તુષાર મહેતા સાથે મનિન્દર સિંહ આ પદ માટે દાવેદાર હતા. રંજીત કુમારના રાજીનામાથી પહેલા એવું અનુમાન લગાવવામા આવતો હતો કે, સુપ્રીમ કોર્ટને કોલોજિયમ જજના પદ માટે કુમારના નામ પર વિચાર કરી રહ્યાં છે. રંજીત કુમારના રાજીનામા બાદ સોલિસિટર જનરલનું પદ ખાલી પડ્યું હતુ. રંજીત કુમાર ગુજરાત સરકાર તરફથી સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કાંડમાં પક્ષ રાખી ચૂક્યા છે.