દૂષ્કર્મના કેસનો ફાસ્ટટ્રેક કોર્ટમાં એક માસમાં નિવેડોOctober 11, 2018

 ખાસ સરકારી
વકીલ નિયુકત કરશે રૂપાણી સરકાર
ગાંધીનગર તા. 11
ગુજરાતમાં સુરત અને સાબરકાંઠામાં બાળકીઓ પર કરાયેલા દુષ્કર્મની ઘટના બાદ રાજ્ય સરકાર પણ આકરા પાણીએ છે. રાજ્ય સરકારે પણ બાળકીઓને ન્યાય અપાવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાધ ધરાશે અને દરરોજ હિયરીંગ કેસ ચાલશે.
તેના માટે સ્પેશ્યિલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરાશે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે એક મહિનામાં જ કેસનું નિવારણ આવે તેવા પ્રયત્નો કરાશે. સાબરકાંઠાના ઢુંઢર ગામમાં 14 મહિનાની બાળકી પર પરપ્રાંતીય શખ્સે પાશવી દુષ્કર્મ આચરતા તેનો રોષ સમગ્ર ગુજરાતમાં ભભૂકી ઉઠ્યો છે. પરપ્રાંતીય શખ્સે દુષ્કર્મ આચર્યાની ઘટના બાદ તો વિવાદ એટલો વકર્યો કે સમગ્ર રાજ્યમાંથી પરપ્રાંતીય રાતોરાત ભાગવા લાગ્યા છે અને હવે આ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. પક્ષ-વિપક્ષ આ મુદ્દે પણ રાજકીય રોટલાઓ શેકવામાં લાગી ગઇ છે. સાબરકાંઠાની ઘટના હજુ તો વિસરાઇ નથી ત્યાં સુરતના ડિંડોલીમાં બે બાળકીઓ પર દુષ્કર્મની ઘટના સામે આવતા તહેલકા મચી ગયો હતો. આજે પણ પંચમહાલના કાલોલમાં પાંચ વર્ષની બાળકીને 19 વર્ષના નરાધમે પીંખી નાંખ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે.