સાઉદી અરેબિયા પાસેથી વધુ પેટ્રોલ-ડીઝલ ખરીદશે ભારત

 જો કે ઇંધણના ભાવ ઘટશે કે કેમ તેની કોઇ સ્પષ્ટતા નથી!
નવી દિલ્હી તા.11
દુનિયાનું સૌથી મોટું ક્રુડ ઓઇલ એકસપોર્ટર સાઉદી અરેબિયા આ વર્ષે નવેમ્બર ક્રુડ ઓઇલના વધારાના ચાર મિલિયન બેરલ ભારતીય ક્રુડ ઓઇલ ખરીદારોને સપ્લાય કરશે. સાઉદી અરેબિયાની આ વધારાની આપૂર્તિ એ વાતનો સંકેત આપે છે કે, ઇરાન પર અમેરિકાના પ્રતિબંધો બાદ પડેલી અછતને પૂરી કરવા માટે સાઉદી અરેબિયા હવે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ઇરાન પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના સંગઠનમાં ત્રીજો સૌથી મોટો ઉત્પાદક છે. ઇરાન સૌથી મોટું ગ્રાહક ચીન છે. જો કે ઘણી રિફાઇનરીઓએ સંકેત આપ્યા છે કે, પ્રતિબંધોને કારણે તે ઇરાનના બેરલ લેવાનું બંધ કરી દેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ., હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ અને મેંગ્લોર રિફાઇનરી પેટ્રોકેમિકલ્સ લિ. નવેમ્બરમાં સાઉદી અરેબિયા પાસે 1 મિલિયન બેરલ વધારે ક્રુડ આપવા માંગ કરી રહ્યા છે. રોયટર્સ મુજબ, સાઉદી અરેબિયાના સૌથી મોટા ક્રુડ ઓઇલ ઉત્પાદક સાઉદી અરામકોએ તેના પર ટીપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો. ભારત સાઉદી અરેબિયા પાસેથી દર મહિને સરેરાશ રપ મિલિયન બેરલ ક્રુડ આયાત કરે છે.
ઇરાનની ક્રુડની આપૂર્તિ પર નિર્ભરતાને જોતા ભારતીય રિફાઇનરી પ્રતિબંધોની શરૂઆત બાદ ઇરાની ક્રુડના નુકસાન વિશે ચિંતિત છે અને છુટ માગી રહ્યા છે. દેશમાં રિફાઇનરીઓએ નવે.માં ઇરાનમાંથી 9 મિલિયન બેરલ ખરીદવાના ઓર્ડર આપ્યા છે. સોમવારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, 4 નવેમ્બરથી ઇરાન પર અમેરીકાના પ્રતિબંધો છતાં ભારત ઇરાન પાસેથી ક્રુડ ખરીદવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે ભારતની બે સરકારી કંપનીઓએ નવેમ્બર માટે ઇરાનના ક્રુડ માટે કરાર કર્યો હતો. ઇન્ડીયન ઓઇલ કોર્પો. લિ., મેંગ્લોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ લિ.એ નવેમ્બરમાં આયાત માટે 1.રપ મિલિયન ટન ઇરાની ક્રુડ માટે કરાર કર્યો છે. ર017-18 માં ભારત દ્વારા આયાત કરાયેલા 220.4 મિલિયન મેટ્રીક ટન ક્રુડ ઓઇલમાંથી 9.4 ટકા ઇરાન પાસેથી ખરીદાયું હતું. દક્ષિણ અને મધ્ય એશિયાના રાજ્યના પ્રમુખ ઉપસહાયક સચિવ એલિસ જી વેલ્સ મુજબ, અમેરીકાએ ઇરાન પાસેથી ઓઇલ આયાત કરવા અને ચાબહાર પોર્ટમાં રોકાણ કરવા માટે ભારતને મંજુરી આપવા
પર કોઇ નિર્ણય નથી લીધો. વેલ્સ ભારત-અમેરીકા 2+2 વાતચીત માટે અમેરીકાના વિદેશ મંત્રી માઇક
પોમ્પેઓની સાથે પ્રતિનિધિ મંડળની સાથે આ મહિનાની શરૂઆતમાં નવી દિલ્હી આવ્યા હતા.