કેશોદ પાસે અકસ્માત, સસરાની નજર સામે પુત્રવધુુનું મૃત્યુ

 કારે બાઈકને ઠોકર મારતા જીવલેણ ઘટના, બે વ્યક્તિને ઇજા
જૂનાગઢ તા,11
કેશોદ પાસે કારે બાઈકને હડફેટે લેતાં સસરાની નજર સામે જ પુત્રવધુંનું કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું. આ અકસ્માતમાં બે ને ઈજાઓ થવા પામી હતી.
કેશોદના યાર્ડ પાસે સર્જાયેલા અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ હાંડલા ગામના પુંજાભાઈ દુદાભાઈ કેશવાલા તેમના પુત્રવધું શિતલબેન જેઠાભાઈ તથા પૌત્ર વિપુલને પોતાના એકટીવામાં બેસાડી કેશોદ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે તુટેલા ડીવાઈડરમાંથી એકટીવા પસાર કરી પેટ્રોલ પુરાવા જતા હતા તેવા જ સમયે પાઈપથી આવતી કાર નં.જીજે બીએ 7609 ના ચાલકે બાઈકને હડફેટે લેતા ત્રણેય જણા ફંગોળાયા હતાં જેમાં શિતલબેનનો હાથ કપાઈ જતાં લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે લઈ જવામાં આવે તે પહેલાં જ તેણીનું મોત થયું હતું જ્યારે પુંજાભાઈ અને પૌત્ર વિપુલને પ્રથમ કેશોદ અને બાદમાં જૂનાગઢ સારવાર માટે લાવવામાં આવ્યા હતાં જેમાં પુંજાભાઈને વધુ સારવારની જરૂર પડતાં રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.