કચ્છમાં કોઠારાના PSI, કોન્સ્ટેબલ સામે 1 લાખની લાંચ માગ્યાનો ગુનો

 મહિલા આરોપીના રિમાન્ડ ન માગવા લાંચ માગ્યાની ફરિયાદ
રાજકોટ તા.11
કચ્છનાં અબડાસા તાલુકાના કોઠારા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં રહેતા રહેવાસીની પત્ની સામે એમ ઓ કેસ દાકલ થટેલ હોય તે કેસમાં મહિલાની રીમાન્ડ નહી મેળવવા અને વારંવાર પોલીસ મથકે બોલાવી હેરાન નહી કરવા માટે રૂા.1 લાખની માંગણી કરનાર ફોજદાર અને કોન્સ્ટેબલ વિરૂધ્ધ પૂરાવા સાથે અરજી કરતા ભૂજ એસીબીના ઈન્ચાર્જપીઆઈ ઝાલાએ બંને વિરૂધ્ધ ડીમાન્ડ કેસ દાખલ કર્યો છે. કોઠારા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારનાં રહેવાસીની 58ની સામે એમ કેસ દાખલ થયેલ હોય તે માટે તેમને કોઠારા પોલીસ મથકના પીએસઆઈ ધીરજભાઈ નાનજીભાઈ પટેલ તતા કોન્સ્ટેબલ હીતેન્દ્ર લાભશંકર જોષીએ તે મહિલાની ધરપકડ માટે પોલીસ મથકે બોલાવેલ તે સમયે મહિલાના પતિને ફોજદારે જણાવ્યું હતુ કે અમો બંને તેટલુ કુણુ વલણ દાખવશુ તે માટે મારા કોન્સ્ટેબલ તમને વાત કહેશે આથી પીએસઆઈ પટેલના કહેવાથી કોન્સ્ટેબલ હિતેન્દ્ર જોષીએ મહિલાના પતિને જણાવ્યું હતુ કે તમારા પત્નીની રીમાન્ડ પણ નહી માંગીએ અને વારંવાર પોલીસ સ્ટેશને પણ નહી બોલાવીએ તે માટે તમારે રૂા.1 લાખની લાંચ આપવી પડશે. આમ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેએ 1 લાખની લાંચની ડીમાન્ડ કરી હતર.
જે આધાર પૂરાવા સાથે ભોગ બનનારે એસીબીમાં અરજી કરતા ભૂજ એસીબીનાં ઈન્ચાર્જ પીઆઈ એમ.ડી. ઝાલાએ કોઠારાના પીએસઆઈ ડી.એન.પટેલ તથા કોન્સ્ટેબલ હીતેન્દ્ર લાભશંકર જોષી વિરૂધ્ધ ડીમાન્ડ કેસ દાખલ કરાવ્યો હતો જે કેસની એસીપી કે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીધામના પીઆઈ પરગડુ વધુ તપાસ ચલાવી રહેલ છે.