જૂનાગઢમાં ચંદનચોર ગેન્ગ સક્રિય: વધુ પાંચ વૃક્ષોનું કટિંગOctober 11, 2018

ભવનાથનાં લાલઢોરીમાં મોડી રાત્રે વૃક્ષો કપાતા વનવિભાગ ઊંઘતું ઝડપાયું: એક શખ્સને દબોચ્યો
જૂનાગઢ તા.11
જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસથી ચંદનના વૃક્ષોની ચોરીમાં વધારો થઇ રહ્યો છે. ગત મંગળવાની મોડીરાત્રે લાલઢોરી ખાતેથી 4 થી પ ચંદનના વૃક્ષો ચોરતી ટોળકી દ્વારા કાપી નાખવામાં આવેલ. દરમ્યાન વનવિભાગને આ વાતની જાણ થતા સ્ટાફ દોડી ગયો હતો અને એક આરોપીને પકડી પાડયો હતો.
જૂનાગઢ ભવનાથ સ્થિત લાલઢોરી ખાતેથી 4 થી પ ચંદનના વૃક્ષો ચોર ટોળકી દ્વારા કાપવામાં આવ્યા હતા. વનવિભાગને જાણ થતા તેનો સ્ટાફ દોડી ગયો હતો અને ચોર ટોળકીમાંથી એક હાસન ગજરાજ (ઉ.વ.1પ) રહેવાસી સુકમાં જી.કટની, મધ્યપ્રદેશનો શખ્સ સ્થળ પરથી પકડાઇ ગયો હતો. જ્યારે અન્ય પ ભાગી છુટયા હતા. વનવિભાગ દ્વારા થોડા સમય પહેલા કપાયેલા વૃક્ષ પ્રકરણમાં આરોપી પકડવાનું કોમ્બીંગ ચાલું હતું તે દરમ્યાન આ ટોળકીને વન વિભાગ દ્વારા ઝડપી પાડવા બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ સઘન
તપાસ હાથ ધરી હતી. ચંદનના વૃક્ષ કાપનાર ટોળકી જેતપુર પાસે આવેલ મામાદેવના મંદિર પાસે રોકાયેલ હોવાનું જાણવા મળતા વનવિભાગના કર્મચારીઓ દોડી ગયા હતા પરંતુ આ ચંદનચોર ટોળકી નાસી છુટી હતી.
જુગારી પકડાયા
શહેરના ગોધાવવાની પાટી વાલ્મીકીવાસમાં ગરબી ચોક પાસે લીલાબેન બાબુભાઇ ડાયાભાઇ રાઠોડના મકાન સામે જાહેર ચોકમાં સવાબે વાગ્યાના અરસામાં તીનપતીનો જૂગાર રમતા કંચનબેન કેશુભાઇ, સંગીતાબેન, કાંતીભાઇ, દક્ષાબેન શાંતીભાઇ, કંચનબેન રવિભાઇ, પુષ્પાબેન બાબુભાઇ, કિરણબેન પરસોતમભાઇ કાજલબેન પ્રવિણભાઇ સહિત 6પ વર્ષીય વૃધ્ધા દિવાળીબેન અમરાભાઇ સહિત 1પ મહિલાનો પટમાંથી રૂા.17,400 ના મુદ્દામાલ સાથે જૂગાર રમતા એ ડીવી પોલીસે પકડી પાડયો હતો.
જ્યારે જૂનાગઢના ચોકલી ગામની સીમમાંથી તાલુકા પોલીસે છગનભાઇ મોહનભાઇ મોકરીયા સહિત 8 જુગારીઓને રોકડા રૂા.21840 તથા પ બાઇક મળી કુલ રૂા.1,46,840 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.