જૂનાગઢમાં છાત્રાલયમાં સગીરાનો આપઘાત

પ્રતિબંધ છતાં સગીરા પાસેથી મોબાઈલ ઝડપાયાની જાણ પિતાને કરતા ફાંસો ખાઇ લીધો
જૂનાગઢ તા.11
જૂનાગઢની એક છાત્રાલયમાં ફોન રાખવાની મનાઈ હોય અને સગીરા પાસેથી મોબાઈલ્ મળ્યાની પિતાને જાણ કરાતા અપંગ સગીરાને માઠુ લાગી જતા રૂમમાં ચૂંદડીથી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
શહેરની કાઠી ક્ધયા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓને મોબાઈલ ફોન રાખવાની મનાઈ હોય ત્યારે સાવરકુંડલાના ધજડી ગામની 15 વર્ષીય સગીરા પાસેથી મોબાઈલ પકડાતા ગૃહમાતાએ તેણીના પિતાને જાણ કરતા સગીરાના પિતાએ ફોન પર ઠપકો આપ્યો હતો. જે બાબતે સગીરાને લાગી આવતા છાત્રાલયના રૂમમાં જઇ બપોર આસપાસમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળા ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. એક વાત મુજબ સગીરા અપંગ હતી.
ત્યારે પંખા સુધી કેમ પહોંચી હશે તે ચર્ચાનો વિષય બન્યો છે અને બીજી વાત મુજબ સરકારે જાહેર કરેલ નવરાત્રીની રજા જો આ છાત્રાલયમાં રાખવામાં આવી હોય તો કદાચ આ સગીરાનો જીવ બચી જાત.
અકસ્માતે ઈજા
ભેંસાણના પરબ પાસે જૂનાગઢ-બગસરા રૂટની એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાય જતા હડમતીયા ગામની શાળાના આચાર્ય તથા તેના પુત્રને ઈજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.