થાનના મોરથરા ગામે ત્રણ મકાનમાં આગચંપી, તંગદિલી

યુવતીને ભગાડી લગ્ન કરાયા બાદ યુવતી નવરાત્રિમાં ગામમાં આવતા એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે બોલી બઘડાટી વઢવાણ તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે થાન તાલુકાના મોરથરા ગામે એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે અથડામણ થઈ છે. જેમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતાં હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં છે. મામલો ઉગ્ર બનતા તોડફોડ બાદ ત્રણ મકાનને આગ ચાપી દેવામાં આવી છે. આગજનીના કારણે ગામમાં વાતાવરણ તંગ બની ગયું છે.
બનાવની વિગત મુજબ મોરથરાના ઝાલા ભાણાભાઇ રાઠોડની પુત્રીને દિનેશ નામનો યુવાન ભગાડી જઇ લગ્ન કરી લીધા હતા. બાદમાં નવરાત્રિ પર્વમાં યુવતિ મોરથરા ગામમાં આવતા સરપંચ ચેતન પ્રેમજી, નવઘણ વેરશી,
સુરેશ લવરા સહિતનાઓએ બોલાચાલી કરી ઝઘડો શરૂ કરવા માથાકુટ થઇ હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ થાન તાલુકાના મોરથરા ગામે એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે બોલાચાલી થઈ હતી જે ઉગ્ર સ્વરૃપ ધારણ કરતાં બંન્ને વચ્ચે હિંસક જુથ અથડામણ સર્જાઈ હતી. ઉશ્કેરાટમાં એક જૂથે ત્રણ મકાનને આગ ચાપી દેતા ગામમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ટોળાએ લાખાભાઇ ધીરૂભાઇ ગેલા મગનભાઇ, ચેતનભાઇ
પ્રભુભાઇના મકાનમાં આગ ચાપી દેવામાં આવી છે.
આ ઝઘડામાં વચ્ચે પડેલ લાખાભાઇ કેશુભાઇના પત્ની સામુબેનને ટોળાએ સખ્ત માર મારતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય ચારને પણ ઈજા થઇ છે.
સામસામી મારામારીમાં પ્રભુભાઇ કડવાભાઇ કોળીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં યુવતીની છેડતી કરવામાં આવી હોવાની રાવ કરવામાં આવી છે. બનાવના પગલે પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.