સુરતની સુંદરી, મિસિસ ઈન્ડિયા


નવી દિલ્હી: સુરતની અંજલી જિનવાલાએ મિસિસ ઈન્ડિયાનો ખિતાબ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દિલ્હીમાં યોજાયેલી મિસિસ ઈન્ડિયા લેગસ ક્લાસિક 2018 અને નેશનલ કોસ્ચ્યુમનો ખિતાબ અંજલીએ પોતાના નામે કર્યો છે. અંજલી હાઉસવાઈફ છે. તેમણે જણાવ્યું કે તેણે મિસિસ ઇન્ડિયા બનવાનુ સપનું જોયું હતું. મિસિસ ઈશ શર્માએ આ કાર્યક્રમની માહિતી આપી હતી. બાદમાં બિયોન્ડ ઈલસ્યુશનના જ્યોતિ ઠક્કરનું માર્ગદર્શન અને તાલીમ મેળવી હતી. દિલ્હીમાં યોજાયેલી આ સ્પર્ધામાં
45 મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં અંજલીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધામાં બેસ્ટ વોક, બેસ્ટ ઇવનિંગ શો,પર્સનલ ઇન્ટરવ્યૂ, ટેલેન્ટ રાઉન્ડ સહિતના અલગ અલગ રાઉન્ડ હતા. જેમાં અંજલી જિનાવાલાએ સારુ પ્રદર્શન કર્યું હતું. બાદમાં 6 ઓક્ટોબરે ફીનાલે યોજાઈ હતી. જેમાં અંજલી જિનવાળાનું નામ મિસિસ ઈન્ડિયાના વિજેતા તરીકે જાહેર થયું હતું.