મોરારિબાપુની તલગાજરડાની કથામાં આવશે અમિતાભ બચ્ચન

 • મોરારિબાપુની તલગાજરડાની કથામાં આવશે અમિતાભ બચ્ચન

ભાવનગર તા,11
મોરારિ બાપૂના વતનમાં બાપૂની છઠ્ઠી વખત કથા યોજાશે. 818મી કથા 27 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી ચાલશે જેમાં ચિત્રકૂટ ખાતે આખા તલગાજરડા રામમય બની જશે.
ચિત્રકૂટ જ્યાં ઉભું કરવામાં આવ્યું છે ત્યાં 185 વીઘા જમીનમાં મહુવાના ગુંદરડી ગામના જગદીશ મિસ્ત્રીએ આ વખતે ખેતપેદાશનો
પાક જતો કરી પોતાની જમીન પવિત્ર બને તે હેતુથી કથા માટે જગ્યા આપવા બાપૂને ઇચ્છા વ્યક્ત કરી હતી. આ કથામાં મુંબઇથી અમિતાભ બચ્ચન અને અંબાણી પરિવાર આવનાર છે.
રામકથાના આયોજનમાં મુખ્ય આયોજક હરિભાઇ નકુમે આપેલી માહિતી પ્રમાણે અમિતાભ બચ્ચન, જુહી ચાવલા, સલમાન ખાન તથા અંબાણી, અદાણી પરિવારના સભ્યો આવે તેવી પૂરી શક્યતાઓ દર્શાવી છે. જેને લઇ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.