અથ્ ક્વિન એલિઝાબેથ કથા...

યુનાઇટેડ કિંગડમ જેને આપણે બ્રિટનના હુલામણા નામે ઓળખીએ છીએ. આજે બ્રિટનની મહારાણી એલિઝાબેથ સાથે જોડાયેલા કેટલાક નિયમો અને તેમની સત્તા વિશે જાણીએ. જે સાંભળી તમે મોંઢામાં આંગળા નાખી જશો. ઇંગ્લેન્ડમાં હંસ ખાવા પર અને ડોલ્ફિન પાળવા પર પાબંધી છે, પરંતુ ઇંગ્લેન્ડની મહારાણી જો ઇચ્છે તો તેના માટે આ નિયમો કાગળના વાઘ બરાબર છે. તે ડોલ્ફિન પણ પાળે છે સાથે તેમની પાસે વ્હેલ માછલીઓ પણ છે. બ્રિટનમાં ડ્રાઇવિંગ લાયસન્સ મહારાણીની રોયલ મેજેસ્ટ્રી તરફથી જ જારી કરવામાં આવે છે. એ જ કારણ છે કે મહારાણીને ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નથી. સામાન્ય લોકોની માફક મહારાણીને ગાડી ચલાવવાની લિમિટનું ધ્યાન નથી રાખવાનું હોતું. તેમના માટે છૂટ છે કે તે પસંદ હોય તેટલી સ્પીડ પર કાર ચલાવી શકે. મહારાણી એલિઝાબેથને કોઇપણ દેશની યાત્રા કરવા માટે પાસપોર્ટની જરૂરત નથી. બ્રિટનમાં પાસપોર્ટની માફક હવાઇયાત્રા પણ મહારાણીની મેજેસ્ટ્રી ગણવામાં આવે છે. એટલે જ જ્યારે તેઓ યાત્રા માટે બેગ તૈયાર કરે તો પાસપોર્ટ એક એવી વસ્તુ હશે જેને તે ઘરે ભૂલી જઇ શકે. મન થાય ત્યારે ગમે ત્યાં હરીફરી શકે છે. મહારાણી જ્યારે ઇચ્છે ત્યારે યુદ્ધનું એલાન કરી શકે છે. જોકે યુદ્ધનો નિર્ણય બ્રિટનની સંસદ લે છે, પણ તેમાં સિક્કો મારવાની અને નિર્ણય લેવાનો અધિકાર બ્રિટનની મહારાણી પાસે હોય છે. મહારાણી વિરૂદ્ધ કોર્ટ કેસ નથી કરી શકાતો. કારણ કે તે કાનૂનની ઉપર છે. એમને જેલ નથી મોકલી શકાતા. અદાલતમાં સફાઇ કે પ્રૂફ દેવાની જરૂર પણ નથી હોતી. અને આ વાત માત્ર બ્રિટનમાં નહીં પણ સમગ્ર વિશ્ર્વને લાગુ પડે છે. મહારાણી ઇચ્છે તો કોઇ પણ કાનૂનને તોડી શકે છે. સિગ્નલ સહિત ગમે તે કાનૂનને. ઇમરજન્સી સમયે મહારાણી લૂંટફાટ પણ કરી શકે છે. કોઇના પણ પૈસા પર કબ્જો જમાવી શકે છે. મહારાણી પાસે બકિંગહામ પેલેસમાં રૂપિયા છાપવાની મશીન છે, તે ઇચ્છે તેટલા રૂપિયા છાપી શકે છે. પોતાની ઉંમર વિશે ખોટું બોલી શકે છે. વર્ષમાં ગમે ત્યારે પોતાનો જન્મદિવસ મનાવી શકે છે. ત્યાં સુધી કે હત્યા પણ કરી શકે છે. આટલી વસ્તુઓ મહારાણીના પક્ષમાં હોવા છતા તેમણે કોઇ પણ નિયમ માન્યો નથી. એક સાધારણ જીવન જીવે છે.
તેમ છતા માનવું રહ્યું કે વિશ્વભરમાં માત્ર એલિઝાબેથનો જ દબદબો છે.