સોનાલીને સૂનાયા હાલ દિલે બેકરાર કાOctober 11, 2018

મુંબઇ તા.11
એસ્ટ્રેસ સોનાલી બેન્દ્રેની કેન્સર સામે લડાઈ ચાલુ છે. આ જીવલેણ બીમારી હોવા છતા તે હંમેશા સોશિયલ મીડીયા પર પોઝીટીવ મેસેજ શેર કરતી રહે છે. તે પોતાની તસવીરો અને વીડીયોમાં પણ સ્માઈલ કરતી જ દેખાય છે. જોકે તેની તાજેતરની એક પોસ્ટમાં તેનું દુ:ખ સામે આવ્યું છે. આમાં, તેણે દરરોજની સ્ટ્રગલ વિશે જણાવતા પોતાની બીમારી વિશેની વાતો લખી છે.
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે છેલ્લા કેટલાક મહીનાઓથી મારી જિંદગીમાં કયારેક સારા તો કયારેય ખરાબ દિવસો આવ્યા. કેટલાક દિવસો એવા પણ હતા જયારે હું ખુબ થાકી જતી હતી અને મને એટલીી પીડા થતી હતી કે, હુંએક આંગળી ઉઠાવી શકવા માટે પણ સક્ષમ નહોતી. મને લાગે છે કે આ પૂરી એક સાયકલ છે જેમાં દર્દ શરીરથી શરૂ થઇને દિમાગ અને પછી ભાવનાઓ સુધી પહોંચી જાય છે. કીમો અને સર્જરી બાદ હસવાનું પણ મુશ્કેલ થઇ ગયું મેં પોતાને રડવા, પીડા સહન કરવા અને થોડા સમય માટે પોતાના પર નિસાસો ખાવા માટે રોકી નથી. ઉંઘ અથવા કીમો બાદ મારી ફેવરેટ સ્મૂધી અથવા મારા પુત્ર સાથેની વાતચીત હંમેશા કામ આવે છે. સોનાલીએ આ પોસ્ટના અંતમાં ઘેર પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરવા લખ્યું કે, અત્યારે જયારે મારી ટ્રીટમેન્ટ ચાલી રહી છે. મારુ સંપૂર્ણ ધ્યાન એ વાત પર છે કે હું સ્વસ્થ થઇને ઘરે પરત ફરવા માગું છું.