ચા-નાસ્તો વેચવા મજબૂર બેસ્ટ બોક્સરOctober 11, 2018

નવીદિલ્હી: બોક્સિગંની રિંગમાં દેશી-વિદેશી મુક્કાબાજોને ધૂળ ચાટતાં કરનાર અને લાઇટવેઇટ કેટેગરીમાં ભારતના નંબર વન બોક્સર તરીકેનો ખિતાબ ધરાવનાર હરિયાણાનો રાજેશ કસાના ગુજરાન ચલાવવા માટે ચા વે છે. એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ 24 વર્ષીય રાજેશ 10 રૂપિયાની ચા વેચવાની સાથે થોડો નાસ્તો પણ વેચીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. તે સવારે પાંચથી બપોરે એક વાગ્યા સુધી ચા-નાસ્તાના સ્ટોલ પર હોય છે અને ત્યાર પછી ઘરે જઈ જમીને આરામ કર્યા બાદ સાંજે છ વાગ્યે મુક્કાબાજીની પ્રેક્ટિસ કરવા જાય છે.   તેના પિતા થોડા વર્ષો પહેલાં કેન્સર સામે ઝઝૂમ્યા પછી અવસાન પામ્યા હતા.