હું હોલિવૂડનો રીક્ષાવાળો!

નવી દિલ્હી: હોલિવૂડ સ્ટાર વિલ સ્મિત તાજેતરમાં જ ભારતમાં હતો અને તેણે ખૂબ જ એન્જોય કર્યું હતું. જો કે, લોકોને તે સમયે આશ્ર્ચર્ય થયું હતું જ્યારે તેણે મુંબઇના રસ્તાઓ પર રીક્ષા ચલાવી હતી.
વિલ સ્મિથે મુંબઇના રસ્તા પર રીક્ષા ચલાવી તો કેટલાક લોકોને એની આંખ પર જ વિશ્ર્વાસ થયો નહોતો પરંતુ વિલ સ્મિથના ચહેરા પર ખુબ જ ખુશી જોવા મળી હતી. વિલ સ્મિથે ઓટોની સવારી તો કરી જ ઉપરાંત પોતે પણ ડ્રાઇવર બન્યો હતો. તેની હરકતને લોકોએ કેમેરામાં કેદ કરવા પડાપડી કરી હતી.