શોએબ અખ્તરને ભારે પડી ‘ડોન ગિરી..’!October 11, 2018

મુંબઇ તા,11
ફિલ્મો હોય કે ક્રિકેટ લોકોનો પ્રેમ જાણીતો છે. ક્રિકેટને તો સમગ્ર વિશ્ર્વમાં જોવામાં આવે છે. સોશિયલ મીડિયા પર જ્યારે પણ કોઈ ક્રિકેટર કોઈ વાતને વિવાદ તરફ લઈ જાય છે તેના પ્રશંસકો ચોક્કસ તેને વળતો જવાબ આપી પાઠ ભણાવે છે.
આવું જ કંઇ થયુ હાલ માં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર સાથે.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અને રાવલપિંડી એક્સપ્રેસના નામથી મશહૂર શોએબ અખ્તર આજે ફરી એકવાર તેમના ટવીટને લઈને યૂઝર્સના નિશાના પર આવ્યા છે. શોએબે એક ટવીટ કર્યુ હતુ જેમાં તેણે પોતાની જાતને ક્રિકેટના ડોન ગણાવ્યો હતો. આ ટવીટના કારણે લોકોએ તેમને બોધપાઠ શીખવવા ભારતના મહાન ક્રિકેટર સચીનની યાદ અપાવવાની થરૂ કરી દીઘી.
શોએબે તેના ટવીટમાં લખ્યુ કે, જેવી રીતે લોકો મને કહે છે ડોન ઓફ ક્રિકેટ પણ હવે મને લોકોને ઈજા પહોંચાડવી ગમતી નથી.
સાથે સાથે હું એ પણ કહીશ કે
ફક્ત દેશમાટે જ નહી દુનિયા માટે રમ્યો છું.
શોએબના આ ટવીટથી યૂઝર્સ તુરંત રી ટ્વીટ કરી કહેવા લાગ્યા કે એક યૂઝર્સે લખ્યુ કે તમે સચીનને કેવી રીતે ભૂલી શકો છો? તો બીજા યૂઝર્સે લખ્યુ કે બાપ બાપ હોય છે અને બેટા બેટા હોય છે. તો કેટલાક લોકોએ તો જૂના વીડિયો પણ શેર કર્યા. જેમાં શોએબના છક્કા છોડાવ્યા હોય સચીન તેંડૂલકરે.