કાલથી ભારત-વિન્ડિઝ વચ્ચેની અંતિમ ટેસ્ટ

હૈદરાબાદ તા,11
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અહીં આવતી કાલે બીજી અને આખરી ટેસ્ટ (સવારે 9.30થી લાઇવ) શરૂ થશે. પ્રથમ ટેસ્ટમાં ભારતે એક દાવ અને 272 રનથી વિજય મેળવ્યો હતો.
હૈદરાબાદમાં ઉપ્પલ ખાતેના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત ચાર ટેસ્ટ રમ્યું છે જેમાંથી ત્રણ જીત્યું છે અને એક મેચ ડ્રોમાં પરિણમી છે. ભારતે અહીં છેલ્લી ત્રણેય ટેસ્ટમાં મોટા માર્જિનથી વિજય મેળવ્યો હતો. 2012માં અહીં ભારતે ન્યૂ ઝીલેન્ડને એક દાવ અને 115 રનથી, 2013માં ઑસ્ટ્રેલિયાને એક દાવ અને 135 રનથી તથા 2017માં બંગલાદેશને 208 રનથી પરાજિત કર્યું હતું.