બે વર્ષના ટેણિયા પર કોહલી-રોહિત પણ ફીદાOctober 11, 2018

નવી દિલ્હી, તા.11
સોશિયલ મીડિયામાં એક બાળ ક્રિકેટરનો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ બાળક વિશે વધારે જાણકારી તો નથી મળી રહી, પરંતુ તેની ઉંમર બે વર્ષ જાણવા મળી રહી છે. માત્ર બે વર્ષની ઉંમરનો આ ખેલાડી ક્રિકેટના અમુક સુદર શોટ્સ રમે છે. આ બાળક એટલા સુંદર ક્રિકેટ શોટ્સ રમે છે, કે તેનો વીડિયો જોનારાઓ તેના વખાણ કર્યા વિના રહી શકતા નથી. ફેન્સ આ છોકરાના વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. અને જોરદાર વખાણ પણ કરી રહ્યા છે. અમુક ચાહકોએ તો એમ પણ કહ્યું કે આ બાળક ભવિષ્યનો રોહિત શર્મા છે. ત્યારે વીડિયોને પસંદ કરનારા લોકોનું માનવું છે, કે આ બાળકના શોટ્સ જઇ રોહિત શર્મા અને વિરાટ કોહલી આશ્ચર્યચકિત થઇ જશે.