સફળતા માટે જવાબદાર એવી પોઝીટિવ બોડી લેન્ગવેજ

1000 જુદા જુદા વ્યક્તિઓના સમૂહનું એક સર્વેક્ષણ કરવામાં આવ્યું અને એના તારણો મુજબ એવું અનુમાન લગાવવામાં આવ્યું કે જે લોકોની બોડી લેન્ગવેજ નબળી હતી તેવા તમામ લોકો તેમના વ્યાવસાયિક જીવનમાં સાધારણ સફળ થયેલા હતા જયારે બીજા એવા લોકો હતા કે જેઓની બોડી લેન્ગવેજ સકારાત્મક હતી તેઓ વ્યાવસાયિક રીતે ઘણા સફળ હતા. અહીં વાંચકોને જણાવી દઈએ કે કેટલા લોકો સફળ હતા કે નિષ્ફ્ળ હતા એ મુદ્દો નથી, પરંતુ એમની બોડી લેન્ગવેજ સફળતા અને નિષ્ફ્ળતા માટે કેટલા અંશે જવાબદાર હતી એ મુદ્દો સમજવાનો છે.
: ટાઈપ્સ ઓફ બોડી લેન્ગવેજ:
1) પોઝીટિવ બોડી લેન્ગવેજ :
પોઝીટિવ બોડી લેન્ગવેજ
વ્યક્તિની વાત-ચીત કરવાની કલા, તેની ઉભા રહેવાની કે પછી બેસવાની સ્ટાઇલ, હાલવા-ચાલવા ની પદ્ધતિ, તેના ચેહરા પર નું સ્મિત વગેરે ઘણી બધી બાબતોનું અવલોકન કરશો તો જણાશે કે, પોઝીટિવ એટલે કે સકારાત્મક બોડી લેન્ગવેજ બીજા કરતા ઘણી અલગ હોય છે. આવી વ્યક્તિઓ વાત-ચીત દરમ્યાન સ્માઈલ કરતા હોય છે, ટટ્ટાર ઉભા રહેવાનું તથા ટટ્ટાર ચાલવાનું અને અન્ય બાબતોનું ખુબજ કાળજીપૂર્વક ધ્યાન રાખતા હોય છે. એમનો આઈ ટુ આઈ કોન્ટેક્ટ સારો હોય છે એટલે કે વાત-ચીત દરમ્યાન આંખોમાં આંખ મેળવી ને વાત કરતા હોય છે. આત્મ-વિશ્ર્વાસ એમના વર્તન માં છલકાતો હોય છે. આવા બધાજ લોકોની બોડી લેન્ગવેજ પોઝીટિવ એટલે કે સકારાત્મક કહેવાય.
: નેગેટિવ બોડી લેન્ગવેજ :
મુખ્યત્વે વ્યક્તિના હાવ-ભાવ, તેની આંખો અને તેની વર્તણુક નકારાત્મક હોય છે. જેમ કે કોઈ વાત કે વસ્તુ ની સાથે ’હા’ માં સંમતિ આપતા હોય પરંતુ ડોકું ’ના’ પડતા હોય તેવી રીતે હલાવે ! દરેક વાત માં પ્રશ્ર્નાર્થ ચિન્હ વાળા હાવ-ભાવ બતાવે જેમ કે આંખ ના ડોળા ને ચકળ-વકળ ફેરવવા અથવા ભ્રમર ઊંચી ચડાવવી વગેરે. તદુપરાંત માથું ખંજવતા રહેવાની ટેવ, મોઢા માં આંગળી ચાવી કે નખ ચાવવા. ઉઠવા બેસવાની પદ્ધતિમાં કોઈ સ્ટાઇલ ના દેખાય, માણસ ને જોઈને જ ખબર પડી જાય કે એ કેટલો ઢીલો હશે. પ્રતિકાર કરતા હોય એમ દરેક વખતે હાથની આંગળી બતાવી ને સામા માણસની સાથે ચર્ચા કરે, આવા ઘણા ઉદાહરણો આપી શકાય.
: પેસિવ બોડી લેન્ગવેજ :
અહીં વ્યક્તિ નકારત્મક નથી દેખાતો પરંતુ એના હાવ-ભાવ અને એનું વલણ પેસિવ એટલે કે નિરાશાવાદી હોય છે. કોઈ પણ વાત કે વસ્તુ-સ્થિતિ માં એને રસ પડતો ના હોય એવી એની બોડી લેન્ગવેજ હોય છે. ગમે તેટલા ઉત્સાહ વાળી વ્યક્તિ હોય પણ આવા પેસિવ લોકોને એ ઉત્સાહિત કરી શકતા નથી. એમની આંખો તથા હાવ-ભાવ ઉદાસ અથવા અસંતુષ્ટ જ દેખાય છે. થાકી ગયેલા હોય એવી રીતે હાલવા-ચાલવા નું કે ઉઠવા-બેસવાની પદ્ધતિ હોય છે. ટૂંક માં પેસિવ બોડી લેન્ગવેજ એ
માણસ ને આગળ જતા નિષ્ફ્ળતા જ અપાવે છે.
: જુદા જુદા વ્યવસાયો અને તેને અનુરૂપ બોડી લેન્ગવેજ :
પોઝીટિવ બોડી લેન્ગવેજ ને વધુ વિસ્તાર પૂર્વક સમજીઇએ તો ખ્યાલ આવશે કે અલગ અલગ વ્યવસાય માટે અલગ અલગ બોડી લેન્ગવેજ ઉપયોગમાં આવતી હોય છે. દાખલા તરીકે બિઝનેસમેનની બોડી લેન્ગવેજ સોફ્ટ, સરળ અને બધાને આકર્ષે એવી હોય છે, જયારે કે પોલીસમેન ની બોડી લેન્ગવેજ કઠોર અને ભય બતાવતી હોય છે. તેવીજ રીતે ડોક્ટર ની બોડી લેન્ગવેજ નમ્ર, અને સહાનુભૂતિ વાળી હોય તો વકીલ ની બોડી લેન્ગવેજ શંકાશીલ અને રહસ્યમય હોઈ શકે છે.
સેલ્સમેન ની બોડી લેન્ગવેજ થી તે તેના ગ્રાહકોને પોતાની વસ્તુઓનું વેચાણ કરી શકે છે. આમ દરેક વ્યવસાયની એક ખાસ બોડી લેન્ગવેજ હોય છે, જો એને અનુસરવામાં ન
આવે તો જે-તે વ્યવસાયમાં સફળતા મળતી નથી. જેમ કે, પોલીસમેન જો સહાનુભૂતિ બતાવતી બોડી લેન્ગવેજ રાખે તો ગુનેહગાર પાસેથી સત્ય હકીકત બહાર કઢાવી શકે નહિ. તેવીજ રીતે જો ડોક્ટર તેના દર્દી સાથે કઠોર થઇને વાત કરે તો એનું દવાખાનું ચાલે નહિ !
: વ્યવસાયિક હેન્ડ-શેક એટલે કે
હાથ મિલાવવાની કલા :
સામાન્ય સંજોગોમાં આપણે એક-બીજા ને મળીયે છીએ ત્યારે હાથ મિલાવતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો હાથ મિલાવવું એ પણ એક કલા છે અને પ્રોફેશનલ વર્તુળ માં તેની આગવી છાપ ઉભી કરે છે. જે વ્યક્તિ નું હસ્ત-ધુનન વ્યવસાયિક હોય એ બીજા બધાથી અલગ તરી આવતા હોય છે. ઉપર દર્શાવેલા ચિત્રથી વાંચકો ને બતાવવાનો પ્રયાસ છે કે હેન્ડ-શેક કેવીરીતે કરવો જોઈએ.
: બેસવાની પદ્ધતિ :
ખુરસી પર બેસવા માટેની પણ અમુક ચોક્કસ રીત હોય છે. જેમ કે લાંબા પગ કરીને ના બેસવું, અથવા પહોળા પગ કરીને ના બેસવું. આ ઉપરાંત શરીર ને વધુ પડતું આગળની તરફ ઝુકાવીને ના બેસવું. ટટ્ટાર બેસવું અને વધુ પડતું હલન-ચલન ના કરવું.