વિપાદિકા - હાથ પગના ન મટતાં ચીરાનો સચોટ આયુર્વેદિક ઉપચારOctober 10, 2018

સવિતાબેનને છેલ્લા થોડાં સમયથી હાથ-પગમાં ખૂબ ચીરા પડતાં, ચામડી રુક્ષ થઈ જાય અને ફોતરી પણ ઉખડે, ખૂબ ખંજવાળ આવે, દુ:ખાવો થાય. ઘણી બધી દવાઓ કરી પણ રોગ મટતો નહતો. આયુર્વેદ પ્રમાણે ચિકિત્સા કરાવવાનું નક્કી કર્યું. એમને સમજાવ્યું કે, આયુર્વેદમાં આ રોગને વિપાદિકા સાથે સરખાવી શકાય જે ક્ષુદ્ર કુષ્ઠ અંતર્ગત આવે છે. આધુનિક વિજ્ઞાનમાં તેને ઙઙઙ - ઙહફક્ષજ્ઞ - ઙહફક્ષયિિં ઙતજ્ઞશિફતશત પણ કહે છે. જે સોર્યાસીસનો જ એક પ્રકાર છે.
આયુર્વેદમાં અઢાર પ્રકારના કુષ્ઠ (ચામડીનાં રોગો) આપેલાં છે, જેમાં વિપાદિકા પણ એક છે. વિપાદિકામાં મુખ્યત્વે વાયુ અને કફ દોષની દુષ્ટિ જોવાં મળે છે.
: વિપાદિકાનાં મુખ્ય લક્ષણો :
* પાણિ - પાદ સ્ફૂટન (હથેળી અને પગનાં તળિયામાં ચીરા પડવા)
* તીવ્ર વેદના (અસહ્ય દુ:ખાવો થવો)
: આયુર્વેદ પ્રમાણે વિપાદિકાનાં મુખ્ય કારણો :
* વિરુદ્ધ આહાર (દૂધ સાથે ખાટું, તીખું, તળેલું, ડુંગળી, લસણ, ગોળ, મૂળા, માંસાહાર કરવો વિરુદ્ધ આહાર છે.)
* સ્નિગ્ધ આહાર અથવા પેય પદાર્થો લેવાં.
* પ્રાકૃતિક વેગોને રોકવા.
* વધુ પડતાં તડકામાંથી આવ્યા પછી કે પચવામાં ભારે ભોજન પછી કસરત કરવી.
* શીત-ઉષ્ણ જેવાં વિરુદ્ધ ગુણોવાળા ભોજનનું એકસાથે સેવન કરવું.
* તડકામાંથી આવીને / કસરત કે શ્રમ પછી / ભયાવહ સ્થિતિ પછી તરત ઠંડુ પાણી પીવું.
* વધુ પડતું ભોજન કરવું / કાચું ભોજન કરવું / પહેલાં લીધેલું ભોજન ન પચ્યું હોય ત્યાં જ ફરી ભોજન કરવું.
* નવાં ધાન્ય, દહીં, નમક, અમ્લ(ખાટાં) પદાર્થ, માછલી વગેરેનો ખોરાકમાં વધુ પડતો ઉપયોગ કરવો.
* અર્જીણ હોય ત્યારે સ્ત્રી સેવન કરવું.
* દિવસે સૂવું.
* બ્રાહ્મણ(બ્રહ્મજ્ઞાની) અને ગુરુ (આત્મસાક્ષાત્કારી) સાથે ઘર્ષણ થવું કે પૂર્વજન્મકૃત પાપકર્મ.
ઉપરોક્ત કારણોથી વાત-પિત્ત-કફ દૂષિત થઈને ત્વક, રસ, માંસ, અમ્બુને દૂષિત કરે છે. જેને કુષ્ઠ(ચામડીના રોગો માટે) દ્રવ્ય સંગ્રહ કહે છે. જે અઢાર પ્રકારના કુષ્ઠ(ચામડીનાં રોગો)માં મૂળભૂત કારણરૂપ છે.
હાથ પગનાં ન મટતાં ચીરા - વિપાદિકા પણ કુષ્ઠ રોગનો જ એક પ્રકાર છે. આવાં રોગીઓએ ઉપરનાં કારણોથી દૂર રહેવું.
: વિપાદિકાની આયુર્વેદિક ચિકિત્સા :
વિપાદિકા - ઙફહળજ્ઞ - ઙહફક્ષયિિં ઙતજ્ઞશિફતશત(ઙઙઙ) ની ચિકિત્સામાં શોધન (શુદ્ધિકરણ) દ્વારા સચોટ સફળ પરિણામ મળે છે. આયુર્વેદિક પંચકર્મ - વિરેચન દ્વારા શુદ્ધિકરણ કરાવવામાં આવે છે. ત્યારબાદ જળો ચિકિત્સા દ્વારા રક્તમોક્ષણ કરાવવામાં આવે છે. કેટલીક વખત થોડાં થોડાં સમયે ફરી ફરી શુદ્ધિકરણ કરાવવામાં આવે છે જેથી રોગ પુન: થવાની સંભાવના ઘટી જાય છે. પંચકર્મ પછી વિપાદિકામાં જીવંતી તથા અન્ય ઔષધોથી સિદ્ધ લેપથી ખૂબ રાહત થાય છે. ગંધક, પારદ, ત્રિફળા, હરડે, પટોલ, બાવચી, મુસ્તા, રસાંજન, વગેરે ઔષધિ તેમજ ઉપર્યુક્ત આસવ-અરિષ્ટ દ્વારા શમન ચિકિત્સા શોધન પછી જલ્દી રોગ મટાડે છે.
: વિપાદિકાનાં રોગીને આટલું જરૂર ધ્યાન રાખવું :
* લઘુ - સરળતાથી પચી જાય એવું ભોજન લેવું.
* કડવાં શાકભાજીનો વધુ ઉપયોગ કરવો.
* જૂનાં ધાન્યોને ખોરાકમાં સ્થાન આપવું.
* માંસાહાર ન કરવો.
* દૂધ, દહીં, ખાટું, તીખું, ગોળ, તલ, માછલી ન લેવાં.
: ધ્યાનયોગ ચિકિત્સા :
આ પ્રકારના રોગોમાં તણાવ મૂળરૂપ કારણ હોય છે જેને દૂર કરવા માટે ધ્યાન, પ્રાણાયામ અને દીર્ઘ શિથિલિકરણનો અભ્યાસ મદદરૂપ થાય છે. ગ્લાનિ, સંકુચિતતા, લોભ, ઈર્ષા, દ્વેષ, અસંતોષ જેવાં માનસિક ભાવો આ વિપાદિકા રોગને મટવામાં અવરોધક બને છે. આ માટે નિયમિત ધ્યાનથી ઉપરોકત વિચારો દ્વારા દૂષિત ચક્રો શુદ્ધ થાય છે અને
ઝડપથી રોગ ઠીક થાય છે. અનુકૂળ યોગાસન પણ સહાયક નીવડી શકે છે.
(ઉપરોકત ઉપચાર અને ઔષધિ કે યોગાભ્યાસ આયુર્વેદિક, યોગ નિષ્ણાંતની સલાહ બાદ જ કરવો.)