શસ્ત્ર દોડ: રશિયા સાથે ભારતની ડીલ બાદ ચીન પાસેથી પાક. ડ્રોન ખરીદશે!

  • શસ્ત્ર દોડ: રશિયા સાથે ભારતની ડીલ  બાદ ચીન પાસેથી પાક. ડ્રોન ખરીદશે!

પાકે. પરમાણુ સક્ષમ મિસાઈનું પરીક્ષણ કર્યુ
બૈજિંગ તા.10
ભારત- રશિયા વચ્ચેના જી-400 સોદાની સામે પાકિસ્તાને પણ ચીન સાથે લશ્કરી સોદો કર્યો છે. પાકિસ્તાને ચીન પાસેથી 48 હાઈ ક્વોલિટી મિલિટરી ડ્રોન ખરીદવાનો નિર્ણય કર્યો છે. ચીન અને પાકિસ્તાન વચ્ચેનો આ સૌથી મોટો સોદો છે. ચીની અધિકારીઓએ આ વાતને સાચી ગણાવી હતી પરંતુ સોદાની વધારે વિગતો આપવાનો ઇનકાર કરી દીધો હતો. ચીની કંપની ચેંગ્ડ એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્યિલે આ ડ્રોન બનાવ્યાં છે.
ચીની સરકારી માલિકીના અખબાર ગ્લોબલ ટાઇમ્સે તેની એક ખબરમાં લખ્યું કે ચીન પાકિસ્તાનનો સહયોગી દેશ છે. ચીન પાકિસ્તાની લશ્કરનો સૌથી મોટો હથિયાર સપ્લાયર દેશ છે. બંને દેશો સાથે મળીને સિંગલ એન્જિન મલ્ટિ-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ જેએફ થંડર બનાવી રહ્યાં છે. પાકિસ્તાની લશ્કરે લાંબા સમયથી ચીન પાસેથી લશ્કરી ડ્રોન ખરીદવાની ઈચ્છા રાખી હતી. પરંતુ કોઈને કોઈ કારણોસર આ વાત ટલ્લે ચડતી હતી પરંતુ હવે ભારત અને રશિયા વચ્ચે થયેલા એસ-400 વિમાનોના સોદા પછી તરત જ પાકિસ્તાને પણ ચીન પાસેથી ડ્રોન ખરીદવાનો નિર્ણય કરી નાખ્યો છે. પાકિસ્તાની વાયુસેનાની શેરદિલ એરોબેટિક ટીમે સોશિયલ મીડિયા પર આ સોદાની જાહેરાત કરી હતી.
પાકિસ્તાની લશ્કરે પરમાણુ હથિયારોનું વહન કરી શકવા સક્ષમ ગૌરી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. પાકિસ્તાન પાસે આ એકમાત્ર એવી મિસાઇલ છે જે લિક્વિડ ફ્યૂઅલ છે અને બેલાસ્ટિક ક્ષમતાથી સજ્જ છે. ગૌરી મિસાઇલના સફળ પરીક્ષણ બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને લશ્કરને અભિનંદન પાઠવ્યાં હતા.