દેશમાં 30 હજાર ‘આધાર’ કેન્દ્ર ખૂલશેOctober 10, 2018


નવી દિલ્હી: ‘ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા’ (યુઆઇડીએઆઇ) ભારતભરમાં 300થી 400 કરોડ રૂપિયાના ખર્ચે આધાર સેવા કેન્દ્ર સ્થાપવાની યોજના ઘડે છે. પાસપોર્ટ સેવા કેન્દ્રની પરીકલ્પના મુજબ દેશના 53 શહેરમાં આધાર સેવા કેન્દ્રની સ્થાપના કરાશે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આધાર કાર્ડ માટે નામનોંધણી, સુધારા, વધારા અને ફેરફાર તેમ જ અન્ય બાબતો માટેના કેન્દ્રોની માલિકી યુઆઇડીએઆઇની પોતાની હશે. 30,000 કેન્દ્રો ઉપરાંતના સ્થળે આ કામગીરી બજાવી શકાશે. હાલમાં બેન્કો અને ટપાલ કચેરીઓ દ્વારા આ કેન્દ્રો ચલાવવામાં આવે છે. તેના અધિકારીઓએ કહ્યું હતું કે લોકોની સવલત માટે આ કેન્દ્રો ચલાવવામાં આવે છે. આધાર સેવા કેન્દ્ર અંતર્ગત લોકોને આ સેવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ બુક કરવાની સવલત પણ મળે છે.