ફિલ્મના શૂટિંગ માટે પ્રેમ ચોપડા ભાવનગરમાં

ભાવનગર, તા. 10
વિતેલા જમાનાનાં હિન્દુ ફિલ્મના ખલનાયક પ્રેમ ચોપડા ભાવનગરમાં ફિલ્મનાં શુટીંગ માટે આવ્યા છે. સૌ પ્રથમ વખત એક ગુજરાતી ફિલ્મમાં પ્રેમ ચોપડા ખલનાયકની ભૂમિકા ભજવશે.
જાણીતા વિલન પ્રેમ ચોપડા નસાહીલથ નામની ગુજરાતી ફિલ્મમાં અભિનય કરી રહ્યા છે. ભાવનગરનાં જ લીલા ગ્રુપ દ્વારા આ ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. નસાહીલથ નામની આ ગુજરાતી ફિલ્મમાં પ્રેમ ચોપડા ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યા છે. અને ફિલ્મનાં શુટીંગને લઈ ભાવનગરમાં જ તેઓ રોકાણ કરનાર હોવાનું જાણવા મળેલ છે.