જામનગરમાં દોઢ વર્ષથી ચાલતા નકલી ‘ઘી’ના કારોબારનો પર્દાફાશOctober 10, 2018

 મકાનમાંથી 528 કિલો ઘી સાથે બે ભાઈઓ પકડાયા
જામનગર, તા. 10
તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે જ જામનગરમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબાર ઉપર પોલીસે દરોડો પાડી 528 કિલો જેટલો નકલી ઘીનો જથ્થો ઝડપી લઈ બે ભાઈઓની ધરપકડ કરી હતી.
જામનગરનાં ભાવસાર ચકલામાં રહેતા મહંમદ સિદિકભાઈ હારૂનભાઈ તથા આમીન હારૂનભાઈ નામના બે ભાઈઓ બનાવટી શુદ્ધ ઘી બનાવતા હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસ ટુકડીએ આજે તેમના માન ઉપર દરોડો પાડયો હતો અને 528 કિલો નકલી ઘીનો જથ્થો સાત ડબ્બા તેલના 19 ડબ્બા બનાવની ઓઈ પાવડર વગેરે મળી કુલ રૂા.3 લાખ 19 હજારની કિંમતનો જથ્થો ઝડપી લઈ બન્ને ભાઈઓની ધરપકડ કરી હતી. આ બન્ને ભાઈઓ દ્વારા છેલ્લા એક્થી દોઢ વર્ષતી બનાવટી ઘી બનાવી તેનુ વેચાણ કરવામાં આવતુ હોવાનું પ્રાથમીક પોલીસ તપાસમાં ખુલવા પામ્યુ હતું.
આ કામગીરી સમયે આરોગ્ય શાખાનાં અધિકારીને પણ સાથે રાજયમાં આવ્યા હતાં જેમણે ઘીના નમુનાઓ વધુ પૃથ્થકરણ માટે લેબ.માં મોકલી આપ્યા હતાં. પોલીસે આ દરોડા સ્થળેથી ગેસનાં ચુલા, બાટલા, વાસણો વગેરે પણ કબજે કર્યા હતાં. આ કામગીરી એસઓજી પોલીસનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.બી.ગોહિલ તથા સ્ટાફે કરી હતી.