સુરેન્દ્રનગરનાં વેપારીનું કુકડા ગામ નજીક અકસ્માતે મોતOctober 10, 2018

સુરેન્દ્રનગર તા.10
સુરેન્દ્રનગરનાં જાણીતા વેપારીની કારને કુકડા ગામ પાસે અકસ્માત નડતા વેપારીનું કરૂણ મોત થયું છે, તથા પરિવારનાં અન્ય સભ્યોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. સેવાભાવી વેપારીનું મોત થતા શોકનું મોજુ ફરી વળ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા ના કુકડા ગામ પાસે અકસ્માત થતા સુરેન્દ્રનગર શહેર ના જાણીતા વેપારી ભરતભાઇ ધીરજભાઇ દોશી નુ ઘટના સ્થળ પર મુત્યુ થવાનું બહાર આવે છે સુરેન્દ્રનગર શહેર ના ઇન્ડિયા એજન્સી વાળ તરીકે ઓળખાતા અને શહેર ના સેવાભાવી ના મુત્યુ ના સમાચાર સાંભળતા શહેરના વેપારીઓ માં શોકનું મોજુ ફેલાઈ ગયુ હતું આ અકસ્માત માં સુરેન્દ્રનગર ના ભરતભાઇ ના પરિવાર મુળી થી પરત સુરેન્દ્રનગર ફરતા અકસ્માત સર્જાયો હતો અને પરિવાર ના તમામ ને પણ ઇજાઓ પહોંચી હતી.