ભાવનગરમાં શેર બજારમાં ખોટ જતા યુવાનનો આપઘાતOctober 10, 2018

 વણીક યુવાને ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ: અરેરાટી
ભાવનગર તા.10
શેરબજારમાં મંદિને કારણે ભારે નુકસાન થવાથી ભાવનગરમાં વણીક યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી.
હાલમાં શેરબજારમાં મંદીનો માહોલ હોય અનેક લોકોના રૂપિયા ડુબ્યા છે અને તેના ટેન્શનમાં અનેક લોકો સચડાયા છે ત્યારે ભાવનગરમાં એક યુવાને ભારે ખોટ થતાં
આપઘાત વહોરી લીધાનો બનાવ બનવા પામ્યો છે.
મળતી વિગતો મુજબ શહેરના રીંગરોડ ઉપર કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા અંકિતભાઈ હસમુખભાઈ મહેતા (ઉ.28)એ તેનાં ઘેર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી.
આ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનના એએલઆઈ કે.વી.જાની તપાસ ચલાવી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શેરબજારમાં ભારે ખોટ જતાં કંટાળી જઈ આ પગલુ ભર્યું છે.