સત્તાની આશા નહોતી એટલે લોકોને અમે મોટા વચનો આપેલા: ગડકરીOctober 10, 2018

મુંબઇ તા,10
ભાજપના અગ્રણી નેતા નિતિન ગડકરીએ એક ટેલિવિઝન ચેનલને તાજેતરમાં આપેલું એક સ્ટેટમેન્ટ પાર્ટી માટે માથાનો દુ:ખાવો સાબીત થઇ શકે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીને વડાપ્રધાન મોદીએ દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાના આપેલા વાયદા અંગે કહ્યું ‘અમને એ વાતોન પુુરેપુરો વિશ્ર્વાસ હતો કે અમે કયારેય સત્તામાં નહીં આવીએ. આ માટે અમને મોટા-મોટા વાયદા કરવાની સલાહ અપાઇ હતી.
શો દરમિયાન ગડકરીએ કહ્યું, હવે અમે સત્તામાં છીએ. જનતા અમને એમ કરેલા આ વાયદા યાદ કરાવે છે. જો કે અમે આજકાલ એના પર માત્ર સહીએ છીએ અને આગળ વધી જઇએ છીએ. ગડકરીનું આ સ્ટેટમેન્ટ વિપક્ષ માટે મોદી સરકારને ઘેરવાનું મોટુ હથિયાર બની શકે છે. ગડકરીનો આ ઈન્ટરવ્યું થોડા દિવસ પહેલા એક મરાઠી ચેનલ પર દર્શાવવામાં આવ્યો હતો.
નિતિન ગડકરીની આ ટિપ્પણીને ધ્યાનમાં લઇને વિપક્ષ કોંગ્રેસે તરત જ ટવીટ કર્યુ અને કહ્યું, ગડકરીએ એ સાબીત કરી દીધું છે કે ભાજપ સરકાર ખોટા વાયદાઓ પર ટકેલી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવીટ કરતા લખ્યું કે તમે સાચા છો. લોકો પણ એ વિચારવા માંડ્યા છે કે સરકારે તેમન આશા અને ભરોસાનો ઉપયોગ પાર્ટીની જરૂરીયાત પુરી કરવા માટે કર્યો છે.