સ્ટેટ ક્રિકેટ એસો.ને હવે વધુ કોમ્પ્લીમેન્ટ્રી ટિકિટ અપાશેOctober 10, 2018

 મેચની યજમાનીનો ઇનકાર કરનારા મધ્યપ્રદેશ, બંગાળ અને તામિલનાડુ ક્રિકેટ એસો.ને મનાવાયા
મુંબઇ તા,10
કેટલાક રાજ્ય એકમો તરફથી કોમ્પ્લિમેન્ટ્રી ટિકિટોની સંખ્યાને લઇને અસંતોષ વ્યક્ત કર્યા બીસીસીઆઈ બાદ સંચાલકોની સમિતિએ શનિવારે થયેલી બેઠકોમાં 600 વધારે કોમ્પ્લિમેંટરી ટિકિટ મેજબાન એકમને આપવાનો નિર્ણય કર્યો છે. આ ટિકિટ બીસીસીઆઈના ભાગમાં આપવામાં આવેલી જે વધેલી વેસ્ટઇન્ડીઝ સીરીઝના મુકાબલા પર લાગૂ થશે. નવા બંધારણ અનુસાર 90 ટકા ટિકિટ સામાન્ય જનતા માટે અને માત્ર 10 ટકા જ કોમ્પ્લિમેંટરી ટિકિટ યજમાન સંઘ માટે જારી કરવામાં આવે છે, બીસીસીઆઇ પાસે તેના પ્રયોજકો અને સંચાલકો માટે ફરજિયાત પાંચ ટકા કોમ્પ્લિમેંટરી ટિકિટ હતા.,
મધ્યપ્રદેશ ક્રિકેટ સંધે આ કારણ 24 ઓક્ટોબરે ઇન્દોર વનડેની મેજબાની કરવાથી ઇન્કાર કરી દીધો હતો. બંગાળ ક્રિકેટ સંઘ અને તમિલનાડુ ક્રિકેટ સંઘે પણ કહ્યું હતુ કે જો આજ વ્યવસ્થા રહેશે તો તે મેચની યજમાની કરી શકશે નહીં સીઓએએ શનિવારે દિલ્હીમાં મુલાકાત કરી અને મેજબાન સંઘને ખાતરી કરી કે બીસીસીઆઇ તેને ભાગના 1200
કોંમ્પ્લિમેટરી ટિકિટ ઘટાડીને 604 કરી દેશે.
સીઓએએ રાજ્ય એકમોને લખેલા પત્રમાં કહ્યું, હાઇકાર્ટના આદેશ અંતર્ગત સંચાલકોની સમિતિએ બીસીસીઆઇની જરૂરિયાતોને 1200થી ઘટાડીને 604 સુધી સીમિત કરી દીધી છે. જેથી યજમાની કરનાર રાજ્ય સંઘ માટે કોંમ્પ્લિમેંટરી ટિકિટની ઉપલબ્ધતા વધારે થઇ શકે.
24 ઓક્ટોબરે ઇન્દોરમાં થતી મેચને લઇને દુવિધાની સ્થિતિ છે. હોલ્કર સ્ટેડિયમની ક્ષમતા 27000 દર્શકોની છે. નિયમ મુજબ એમપીસીએના પાસ 2700 ફ્રી ટિકિટ હશે. બીસીસીઆઇએ પણ તેના સંચાલકો માટે ફ્રી પાસમાં ભાગ માંગ્યો છે અને આ જ વિવાદનું કારણ છે.