ગરવી નવરાત્રિ: વાહકનાં તો ઠીક હવે વાહનનાંય ડ્રેસ!October 10, 2018

ટેપ્સમાં દાંડિયા કે છત્રી નહીં પરંતુ પોતાના જ વ્હીક્લસ પર ઘૂમશે ખેલૈયાઓ. દીપિકા ખુમાણ, અમદાવાદ નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. પરંતુ આ વખતે પાર્કિંગના પ્રોબલેમને સોલ્વ કરવા ગરબા આયોજકે અનોખી તૈયારી કરી છે. 50 હજારના ખર્ચે તૈયાર કર્યા વ્હીક્લસના કચ્છી કોસ્ચ્યુમ! સાથે ખૈલેયાઓ ઝૂમશે ગરબે. નવરાત્રિ આવતાં દર વર્ષે નવાં નવાં સ્ટેપ્સ સાથે ખૈલેયાઓ કોસ્ચ્યુમ પણ નવાં કરાવે છે. પરંતુ આ વખતે ખૈલેયાઓએ પોતાને પહેરવા નહીં પરંતુ પોતાના વાહનને પહેરાવવા કોસ્ચયુમ તૈયાર કર્યા છે. અમદાવાદના 35 ખેલૈયાઓએ 30થી 50 હજારના ખર્ચે તૈયાર કરાવ્યા છે પોતાના વાહનોનાં કોસ્યુમ, અને આ કોસ્યુમ સાથે તેઓ પાર્ટી પ્લોટમાં કરવાના છે એન્ટ્રી, અમદાવાદના આ ગ્રુપે એવાં પણ સ્ટેપ્સ તૈયાર કર્યા છે જેમાં વ્હીક્લ ચલાવનારની પાછળનો પાર્ટનર ગરબા રમી શકે છે અને .ગ્રુપમાં નાના મોટા સાથે બાળકોએ પણ આ માટેની તૈયારી પણ કરવામા આવી છે.