પ્રાઈડ ઓફ રાજકોટ પૂજારા બન્યો ગાઈડ ઓફ રાજકોટOctober 10, 2018

નવીદિલ્હી તા,10
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ટીમ વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ રાજકોટમાં રમાઈ હતી. મેચની જીત પછી રાજકોટના રહેવાસી અને ટીમ ઈન્ડિયાના ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્ર્વર પૂજારાનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.
રાજકોટના મેદાન પર માઈક પકડીને પૂજારા ફેન્સ માટે લોકલ ગાઈડ બન્યો હતો. પૂજારા જણાવી રહ્યો છે કે જો ક્યારેય રાજકોટ આવવું હોય તો આ શહેરમાં ત્રણ ખાસ વસ્તુઓનો અનુભવ કરો. જો આ ત્રણ વાતનો અનુભવ તમે નથી કર્યો તો તમારી રાજકોટની મુસાફરી અધૂરી જ છે. બીસીસીઆઈએ ગાઈડ બનીને પૂજારાનો આ વીડિયો પોતાની વેબસાઈટ પર પણ શેર કર્યો છે.
આ 1 મિનિટ 48 સેકંડના વીડિયોમાં પૂજારાએ જણાવ્યું કે તેના શહેરમાં સૌથી ખાસ બાપુ (મહાત્મા ગાંધી) છે. આ ઉપરાંત અહીના ગરબા અને પછી ગુજરાતી ભોજન સૌથી ખાસ છે. વીડિયોમાં સૌથી પહેલા આલ્ફ્રેડ હાઈસ્કૂલ જોવા મળે છે. આ જ સ્કૂલમાં અહિંસાના મહાનાયક અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાનું ગ્રેજ્યુએશન પુરુ કર્યું હતું. આ પછી રાજકોટની બજાર બતાવવામાં આવી છે.
ગાઈડ પૂજારાએ એ પણ કહ્યું હતું કે મારી નજરમાં સૌથી ખાસ 3 વસ્તુઓમાં સૌથી પહેલા તમે ગુજરાતી થાળીનો અનુભવ કરો. આ થાળીમાં તમને અનેક પ્રકારના ગુજરાતી વ્યંજન મળશે. જોકે, બાજરાનો રોટલો અને ખીચડી
સૌથી વધુ ખાસ છે. આ પછી નવરાત્રી પર અહિંના ગરબા પણ વખણાય છે. પૂજારા હસ હસતા કહે છે કે ભલે તેને ગરબા આવડતા ન હોય પરંતુ તે શીખી રહ્યો છે. તમે પણ જરુર ટ્રાય કરો.