પાક. ક્રિકેટરને પત્નીની ભૂલ ભારે પડી ગઈOctober 10, 2018

લાહોર તા,10
ડોપ ટેસ્ટમાં ફેલ થયા બાદ 4 મહિનાનો પ્રતિબંધ ભોગવી રહેલ પાકિસ્તાનનાં બેટ્સમેન અહમદ શહજાદના મામલામાં એક નવો ખુલાસો થયો છે. એક અગ્રણી વેબસાઇટની રિપોર્ટ અનુસાર, અહમદ શહજાદે ડોપ ટેસ્ટના કેટલાક દિવસો પહેલા પોતાની પત્નીના કારણે અજાણતામાં કેન્સની સારવારમાં અપાતી દવા ડ્રોનાબિનોલ ખાઇ લીધી હતી. જેના કારણે તેના યૂરિન સેમ્પલમાં વાડા અને પીસીબી દ્વારા પ્રતિબંધિત પદાર્થ ટીએચસીની માત્રા આવી હતી અને તેમના પર ચાર મહિનાનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. અહમદ શહજાદે પોતાના દાવાની પુષ્ટી માટે પીસીબીને પોતાના માતા દ્વારા લેવાતી દવાની લિસ્ટના બીજા મેડિકલનો રેકોર્ડ પણ આપ્યો છે. સાથે જ પાકિસ્તાનનાં આ બેટ્સમેને પોતાનું કરેક્ટ સર્ટિફિકેટ પણ પીસીબીને સોંપ્યું છે, જેમા પોતાના ડોપ ટેસ્ટિંગના સમયે હાજર રહેલ ફિજિયોથેરાપિસ્ત, મુખ્ય કોચ મિકી આર્થર, પૂર્વ કેપ્ટન મિસ્બાહ-ઉલ-હક અને ઓલરાઉન્ડર શોએબ મલિકે પણ સાઇન કર્યા હતાં.