ભારતની સૂપર શૂટરે રચ્યો ગોલ્ડન ઈતિહાસOctober 10, 2018

બ્વેનોઝ એરીઝ તા.10
ભારતની ટોચની શૂટરોમાં ગણાતી 16 વર્ષની મનુ ભાકર ગઈ કાલે અહીં યુથ ઑલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી. યુથ ઑલિમ્પિક્સમાં ભારતને શૂટિંગમાં ગોલ્ડ મેડલ મળ્યો હોય એવો આ પહેલો જ કિસ્સો છે. તે 236.5 પોઇન્ટ સાથે મોખરે રહી હતી. રશિયાની એનિના (235.9) સિલ્વર મેડલ જીતી હતી. જ્યોર્જિયાની નિનો ખુત્સીબેરિદ્ઝને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. હરિયાણાની મનુ રામકિશન ભાકર તાજેતરમાં વર્લ્ડ કપમાં તેમ જ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી હતી. એશિયન ગેમ્સમાં તે મેડલ નહોતી જીતી શકી.