ચાર દિવસમાં પેટ્રોલમાં 74 પૈસા, ડીઝલમાં 1.21 રૂપિયાનો ભાવવધારોOctober 09, 2018

 પેટ્રોલમાં આજે 23 પૈસા ડીઝલમાં 30 પૈસા વધ્યા: સરકારી રાહત ધોવાવા લાગી
રાજકોટ તા.9
સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂા.પની રાહત આવ્યા બાદ છેલ્લા ચાર દિવસથી આ રાહતનું ધોવાણ થતા છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલમાં 74 પૈસા અને ડીઝલમાં 1.ર1 રૂપિયાનો ભાવ વધારો થયો છે. આજે ભરી પેટ્રોલમાં 23 પૈસા અને ડીઝલમાં 30 પૈસા વધ્યા છે.
પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં સતત વધારો થવાથી પ્રજામાં સરકાર સામે રોષ ફેલાયો હતો જે રોષને ખાળવા અને આંશિક મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ-પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારે કોઇ એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી નહી કે દરરોજન ભાવમાં જે વધઘટ થાય છે તે નિયમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો છે કે ભાવ તટસ્થ રહેશે જેથી પ્રજામાં પણ કચવાટ જોવા મળતો હતો પરંતુ સરકારે દરરોજના ભાવમાં વધઘટનો નિયમ યથાવત રાખતા ભાવમાં જે ઘટાડો થયો હતો તે મહિનામાં જ ફરી સરભર થશે તેવી ચર્ચા પણ થઇ રહી છે.
પ્રજાના જે ડર હતો તે આંશિક રીતે સાચો પડતો હોય તે રીતે છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલમાં 1પ થી ર3 પૈસાનો વધારો થતા 74 પૈસાનો અને ડીઝલમાં ર0 થી 31 પૈસાનો વધારો થતા 1.21 પૈસાનો વધારો થયો છે. આજે પેટ્રોલમાં 23 પૈસાના
વધારા સાથે પેટ્રોલ ફરી 79 રૂપિયા વધારા સાથે પેટ્રોલ ફરી 79 રૂપિયા એક ડીઝલમાં 30 પૈસાના વધારા સાથે ડીઝલ 77.28 રૂપિયે પહોચી ગયું છે.