સમાજ કહેશે તો રાજીનામું આપીશ: અલ્પેશ ઠાકોરOctober 09, 2018

અમદાવાદ તા.9
ગુજરાતમાં પરપ્રાંભયો પર હુમલા અને હિજરત મામલે આજે ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા જણાવ્યુ હતું કે બિહારનો હું સહ પ્રભાવી હોવાથી મને બદનામ કરવા રાજનેતાઓ મારી સામે ષડયંત્ર રચી રહ્યા છે પણ હું બિહાર જવાનો છું.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઢુંઢરમાં બાળકી પર દુષ્કર્મ મામલે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલા અને પરપ્રાંતીયોની હિજરતની ઘટનાઓ બની રહી છે. આ મામલે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે એક નિવેદનમાં જણાવ્યું છે કે મારી
સામે ભડકાઉ ભાષણના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અને રાજનેતાઓ ઠાકોર સમાજને આ મામલે બદનામ કરે છે ત્યારે મારી સામેના ભડકાઉ ભાષણના પુરાવા આપો. અલ્પેશે વધુમાં જણાવ્યુ હતું કે સમાજના લોકો કહેશે તો હું રાજીનામું આપીશ.
અલ્પેશે વધુમાં જણાવ્યુ હતું કે, હું બિહારનો સહ પ્રભારી હોવાથી મારી સામે આવા ષડયંત્રો રચાય છે પણ હું ખોટો નથી, હું બિહાર જવાનો છું.