ગાંધીધામ તાલુકાની અંતરજાળ-2 ભારે રસાકસી બાદ કોંગ્રેસેનો બે મતે વિજયOctober 09, 2018

ગાંધીધામ તાલુકાની અંતરજાળ-2 ભારે રસાકસી બાદ કોંગ્રેસેનો બે મતે વિજય ગાંધીધામ તાલુકા પંચાયતની અંતરજાળ-2 બેઠક પર રસાકસી બાદ કોંગ્રેસના રમેશભાઈ નારણભાઈ મ્યાત્રાનો બે મતે વિજય થયો છે ભાજપ દ્વારા રિકાઉન્ટિંગ મંગાતા ફેર મતગણતરીમાં પણ કોંગ્રેસનો વિજય થયો હતો
કોંગ્રેસના રમેશભાઈ નારણભાઈ મ્યાત્રાને 763મત
ભાજપના ઉમેદવાર ધનેશ મ્યાત્રાને 761 મત ખંભાત તાલુકા પંચાયતની બેઠક ભાજપે જાળવી રાખી. ભાજપના ઉમેદવારનો વિજય. બોરસદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે દાવોલ બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી. કોંગ્રેસના ઉમેદવારનો 900 મતે વિજય થયો છે. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ભાજપનો દબદબો હતો. દાહોદ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં જાલત બેઠક ઉપર કોંગ્રેસનો વિજય, કોંગ્રેસના રેમાબેન બિલવાલનો 715 મતે વિજય થયો. હિંમતનગર નગર પાલિકાની એક એક વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના નટુભાઈ ઓઝાની જીત થઈ છે. કોંગ્રેસના મૌલેશ સોનીને 983 મતે હાર આપી છે. વ્યારા નગર પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ભાજપ પ્રેરિત 4 ઉમેદવારોનો વિજય થયો છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. સાવરકુંડલા તાલુકા પંયાયતની ઘાંડલા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નંદુબેન શાયમજીભાઈ વાઘમશીનો 140 મતે વિજય થયો. વડોદરાઃ વાઘોડિયા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વાઘોડિયા 02 અને કામરોલ બેઠક પર ભાજપનો વિજય થયો. ભરૂચ: જંબુસર નગર પાલિકાની વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર સુમૈયા મલેકનો 8 મતથી વિજય થયો. ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર-1ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રઝીયા પટેલનો વિજય. અમરેલીઃ તાલુકા પંચાયતની તમામ 6 બેઠકોનું પરિણામ જાહેર થયું. ભાજપ અને કોંગ્રેસના ફાળે ત્રણ-ત્રણ બેઠક આવી. વડેરા, મોટા આંકડીયા અને બાબાપુર બેઠક પર કોંગ્રેસનો કબજો, પ્રતાપપરા, નાના આંકડીયા અને જસવંતગઢ બેઠક પર ભાજપનો વિજય. અરવલ્લી: મોડાસા નગર પાલિકાની વોર્ડ-9માં પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર, 732 મતથી અપક્ષ ઉમેદવાર જાકીર હુસૈન મુલતાનીનો વિજયી. રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી ઢાંક માં કોંગ્રેસ નો ભવ્ય વિજય કોંગ્રેસ ગેલ માં ગાંધીધામ તાલુકાની અંતરજાળ-2 ભારે રસાકસી બાદ કોંગ્રેસેનો બે મતે વિજય