ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો યથાવત્, ઢાંકની બેઠક ભાજપે ગુમાવીOctober 09, 2018

પડધરી, જેતપુર, ઉપલેટા, વીંછિયા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય
રાજકોટ તા.9
તાલુકા પંચાયતોની ખાલી પડેલી સીટો પર ગત તા.7/10ના રોજ યોજાયેલ પેટા ચૂંટણીનાં આજે જાહેર થયેલા પરિણામોમાં ગ્રામ્ય પંથકોમાં કોંગ્રેસે દબદબો જાળવી રાખ્યો હોવાનું સાબિત થયું છે. રાજકોટ જિલ્લાની કુલ ચાર બેઠકોની પેટા ચૂંટણી થઇ હતી, ચારેય બેઠકો કોંગ્રેસે જીતી લીધી છે.
સૌરાષ્ટ્રમાં જુદાજુદા વિસ્તારમાં ખડેલી-તાલુકા પંચાયતની સીટોની પેટા ચૂંટણી તા. 7/10ના યોજાયેલ હતી જેમનું પરીણામ આજે આવતા જિલ્લાની ચારે ચાર સીટ ઉપર કોંગ્રેસનો વાવટો ફરકયો હતો.
આજે જ ચાર સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા તેમા-પડધરી તાલુકા પંચાયતની પડધરી બેઠકમાં રાજુભાઇ હકાભાઇ ખાંભલા- બીન હરીફ થયેલ હતા વિંછિયા તાલુકાની અમરાપૂર-1 સીટ ઉપર તલસાણીયા ધ્યાબેન મુકેશભાઇ એ 445 મતે વિજેતા થયેલ જેતપુર તાલુકાના ચાંપરાજપૂશ્રની બેઠક ઉપર આંલીંગભાઇ બસં 72 મને અને ઉ5લેટા તાલુકાની -ઢાંક બેઠક ઉપર ડાંગર દડુભાઇ જેઠસુરભાઇ -584 મતની લીડથી ચૂંટાઇ આવતા ચારેચાર સીટ કોંગ્રેસે કબ્જે કરતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેષભાઇ વોરા- ધારાસભ્ય લલીતભાઇ વસોવા- લલીતભાઇ કગથરા-ગીરીશભાઇ વસોયા જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયા, ઉપપ્રમુખ સુભાષભાઇ માકનવાએ ચૂંટાયેલા પ્રતિનિધિને અભિનંદન પાઠવેલ હતી. ગાંધીધામ ઝ-20 જેવી રસાકસી બાદ કોંગ્રેસનો બે મતે વિજયી
ગાંધીધામ તાલુકા પંચાયતની અંતરજાળ-2 બેઠક પર ટી-ટવેન્ટી મેચ જેવી રસાકસી જામી હતી. મણગણતરી દરમિયાન છેલ્લે સુધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો લગોલગ ચાલતા કોણ જીતશે? તે મુદ્દે ભારે સસ્પેન્સ સર્જાયું હતું. અંતે કોંગી ઉમેદવાર નારણભાઇ મ્યાત્રાએ બે મતે બાજી મારી લીધી હતી. નારણભાઇને 763 મત મળ્યા હતા જ્યારે ભાજપનાં ધનેશભાઇ મ્યાત્રાને 761 મત મળ્યા હતા.