‘બેઠા ગરબા’ દ્વારા સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરે છે આરાધના મંડળOctober 09, 2018

રવિવારની સાંજે અનેક પાર્ટી પ્લોટમાં તેમજ હોલમાં અનેક સંસ્થાઓ દ્વારા વેલકમ નવરાત્રિના કાર્યક્રમોનું આયોજન થયું હતું.
ટ્રેડીશનલ ડ્રેસમાં યુવાનો અને યુવતીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા જતા જોવા મળ્યા હતાં. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને વિશાળ ગ્રાઉન્ડમાં જ્યારે ડિસ્કો ડાંડિયાનો પ્રારંભ થયો ત્યારે હેમુ ગઢવી હોલમાં આ બધાથી કંઇક અલગ ભાત પાડતા અને નવરાત્રિના મુલ્યનો ખરો અર્થ સમજાવતા કાર્યક્રમનો પ્રારંભ થયો. એક પછી એક પ્રાચીન ગરબાની પ્રસ્તુતિનો આ કાર્યક્રમ હતો બેઠા ગરબાનો.
નાગર જ્ઞાતિમાં માઁની આરાધના કરવાની ખાસ પરંપરા છે તેને જીવંત રાખવાના પ્રયત્ન રૂપે ‘આરાધના મંડળ’ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસ્કો દાંડિયા, ભાંગડા, હીપહોપ અને જુદા-જુદા વિચિત્ર સ્ટેપ્સ વચ્ચે આ બેઠા ગરબા માંની આરાધનાનો સાચો અર્થ
સમજાવે છે.
નાગર અને અન્ય જ્ઞાતિના કલાપ્રેમી લોકોએ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો આ આરાધના મંડળ જેમાં સાસુ-વહુ, માતા-પુત્રી, નાની, દાદી બનેલ 35 વર્ષથી 75 સુધીના બહેનો પોતાની ઉંમર જવાબદારી ભૂલીને ગમતાનો ગુલાલ કરી બીજાને પણ ઉપયોગી થાય છે. આજે નવધા ભક્તિ અને નવદુર્ગાના નવ સ્વરૂપ સાથે નવ એવી સ્ત્રીશક્તિનો મળીએ જેઓ સ્ત્રીશક્તિનો અર્થ સમજાવે છે. પોતાના શોખને હંમેશા જીવંત રાખો
સંગીત મુખ્ય શોખ છે.... કોઇજ તાલીમ નથી લીધી.. વારસામાં સંગીત આવેલ છે.
આકાશવાણીમાં બાળસભાથી ગાવાનું શરુ કરેલ. અત્યારે આકાશવાણીની માન્ય કલાકાર છું... 350 થી 400 કેસેટોમાં ગાયું છે.... આકાશવાણી અને દૂરદર્શનમાં ઘણા પ્રોગ્રામ આપ્યા છે..
અત્યારે મને 71 વર્ષ છે પણ સુગમસંગીતના ક્લાસમાં રેગ્યુલર જાઉં છું.. બીજો ખાસ શોખ છે વૃક્ષ વાવવાનો... ઘણા બધાં ફૂલોના કુંડા રાખ્યા છે...જેની સાથેનું તાદાત્મ્ય ખૂબ આનંદ આપે છે. મહિલાઓને એ જ સંદેશ આપવાનો છે કે તમારા શોખને હંમેશા જાગૃત રાખો.... કેલેન્ડર સાથે તમારું વરસ બદલાશે. તમારો શોખ નહીં બદલાય...
- રક્ષા પોટા સ્ત્રી સમાજનું ઘરેણું છે
છેલ્લા 21 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવ્યા બાદ સેવા કાર્ય શરૂ કર્યું.જેમાં મંદ બુદ્ધિના બાળકોની સંસ્થા તેમજ અંધ, અપંગ વૃદ્ધાશ્રમમાં સેવા આપું છું.હાલ શોખથી ઘરે નાસ્તા બનાવી વેચાણ કરું છું. આજે મહિલાઓને એટલો જ સંદેશ છે કે મહિલાઓમાં ઘણા ગુણો છે ફક્ત નોકરી કરીને આર્થિક રીતે મદદ કરી શકાય એવું નથી પણ બીજી ઘણી રીતે પણ મદદ કરી શકાય છે.આજની નારી એ સમાજનું ઘરેણું છે.આદ્યશક્તિ અંબેમાં આ પર્વમાં દરેક નારીને સન્માન બક્ષે તેમજ પ્રગતિ કરે એ જ અભ્યર્થના
- મુમુક્ષા બુચ સ્ત્રી ધારે તે કરી શકે છે
હું જલ્પા વસાવડા મૂળ વડોદરા, મારું ભણતર રાજસ્થાન જોધપુરમાં થયેલ, અહીં રાજકોટ હું પરણીને આવીને 30 વર્ષ થયા.
મને આર્ટ અને ડીઝાઇનીંગનો શોખ છે અને હું જ્યારે મોકો મળે ત્યારે ડ્રેસ ડીઝાઇન, પેન્ટીંગમાં વાર્લી પેન્ટીગ વગેરે કરું છું. બાકી બાળકમાં દીકરીનાં જન્મ પછી ખબર પડી કે એ એક સ્પેશીયલ બાળક છે. એને આંખની તકલીફ હોવાથી પહેલા એનાં ભણતર પર ધ્યાન આપવાની સાથે બહુ આગળનાં વધી શકાયું. મારી દીકરીને એન્જીનીયરીંગ કરવામાં અને તે પછી આઇઆઇએમ ઇન્દોરમાંથી એમ.બી.એ. કરવા અને ત્યાર પછી અત્યારે જમશેદપુર ખાતે જોબ કરે છે. એટલે સતત પ્રવૃતિ માતા-પિતાનું ધ્યાન રાખવું વિગેરે એક સ્ત્રીની ઘણી જવાબદારી હોય પણ સ્ત્રીને એક માતા,પુત્રી તરીકેની જવાબદારી નિભાવવા માટે શક્તિ કુદરતની દેન છે.
- જલ્પા વસાવડા સ્ત્રી એ પરિવારની આધારશિલા છે
મારુ નામ હેમા મંકોડી છે. પહેલા ઘર છોકરાઓમાં વ્યસ્ત હતી. મને સંગીતનો શોખ છે. પહેલા ભણતી હતી ત્યારે કથ્થક ડાન્સ શીખી છું. હવે સુગમ સંગીત કરુ છું. બીજી પ્રવૃતિમાં આરાધના મંડળની સભ્ય છું ને તેની ધણી પ્રવૃતિઓ છે અને બધા સક્રિય છે. બે વર્ષથી નવરાત્રીના બેઠા ગરબાનો પ્રોગ્રામ થાય છે. તે પણ સફળ ગયો છે. મહિલાઓને એક જ સંદેશ છે કે તે પરીવારની આધારશીલા છે. તે ધારે તે મુજબ સંસ્કાર અને મુલ્યોનું સિંચન કરી શકે છે તેથી તમે પોતે જ પોતાના વ્યક્તિત્વને સ્ટ્રોંગ બનાવો.
- હેમા મંકોડી મનગમતુ કામ કરી જીવનને સુમધુર બનાવો
વ્યવસાયે છેલ્લા દસ વર્ષથી
ડો. વિભાકર વચ્છરાજાનીની હોસ્પિટલમાં ડાયાબિટીસ એજ્યુકેટર અને હેલ્થ એજ્યુકેટર તરીકે કામગીરી (સેવા) આપું છું.
પણ બાળપણથી જ ગીત-સંગીતના શોખને કારણે અનેક સ્પર્ધાઓમાં શાળા કક્ષાએ અને કોલેજકક્ષાએ યુવક મહોત્સવનો કે અન્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો અને ઇનામ પ્રાપ્ત કર્યા છે. સંગીતમાં અલંકારની પદવી પ્રથમ વર્ગ સાથે 2004માં મેળવી છે.
‘આરાધના મંડળ’ સાથે જોડાયેલી છું. 2017-2018માં મંડળના પ્રમુખપદે બેઠા ગરબાનો કાર્યક્રમ તાજેતરમાં જ આપ્યો.
છેલ્લા 11 વર્ષથી સતત યુનિવર્સિટી યુવક મહોત્સવમાં પ્રાચીન રાસ સ્પધામાં નિર્ણાયક તરીકે સેવા બજાવું છું. દરેક નારીઓને મારો સંદેશ એ છે કે વ્યવસાય કરતા હો કે ગૃહિણી હો પણ જો તમારામાં જે શોખ કે આવડત છે તે તમારી જવાબદારી વચ્ચે પણ બહાર લાવતા રહો- કુટુંબની જવાબદારી સાથે બાકી સમયમાં ગમતા શોખને જો બહાર લાવશો તો જરૂર જીવનને સુમધુર અને સ્વસ્થ બનાવી શકશો.
- કલ્યાણી વચ્છરાજાની શક્તિનો સાક્ષાત અવતાર એટલે સ્ત્રી
કીર્તિકુમાર મહેતા (જિલ્લા વિકાસ અધિકારી) અને સત્યકીર્તિબહેન મહેતાની હું અને ડો. મીરાં બે સુપુત્રીઓ.... પરમાત્માની અનન્ય કૃપાથી ઉચ્ચ જ્ઞાતિમાં સંસ્કારી પરિવારમાં જન્મ...
સંગીત-સાહિત્યનો શોખ... વારસામાં પ્રાપ્ત થયો... સંગીત વિશારદ- સિતારવાદનમાં -ડીગ્રી પ્રાપ્ત કરી... અને હું આકાશવાણી રાજકોટમાં 30 વર્ષ ઉદ્ઘોષિકા તરીકે સર્વિસ કરી એ પુર્વે વિવિધ સ્કૂલમાં શિક્ષિકા તરીકે પણ નોકરી કરી હતી... એમ એ/ સંસ્કૃત ગુજરાતી સાથે બી.એડ/ સંસ્કૃત/ અંગેજી સાથે શિક્ષણ મેળવ્યું.
સંદેશ: હાલ અધુરા રહેલ શોખ પૂરા કરે છે જેમાં સંગીતનો પણ સમાવેશ થાય છે.
આ તો સર્જનહારની સૌથી સબળ-સુંદર સાર્થક રચના એટલે સ્ત્રી... શક્તિનો સાક્ષાત્ અવતાર... કદાચ એટલે જ શક્તિ આરાધનાનું પર્વ નવરાત્રી નવ-નવ રાત્રી સુધી અવિરત ચાલે. પ્રત્યેક સ્ત્રીમાં છુપાયેલ છે નિ:સ્વાર્થ મમતા... પ્રેમ... વાત્સલ્ય.. કરૂણા અને સમર્પણ...
અન્યાય -અધર્મ... અસત્ય સામે સૃષ્ટિના આદિકાળથી.. વિજય પ્રાપ્ત કરતી આવી છે આ મહાશક્તિને સહુએ માઁ જગદંબાની કૃપા વિશેષ સમજી... નિર્ભય બનવાનું છે... સ્ત્રી-સશસક્તિકરણને સાર્થક કરવાનું છે....
-ગિરા મહેતા નવરાત્રીમાં રાખીએ સ્વચ્છતાનું ધ્યાન
31 વર્ષથી ગવર્મેન્ટ પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં હેલ્થસુપરવાઇઝર તરીકે સર્વી સ કરૂં છું.
મુળ કહેવાનું કે નારી છું પણ શરમાયા વગર આપણામાં જે શક્તિ આવડત છે તેનો સદઉપયોગ કરીને આપણને જે આ જીવન મળ્યું છે તેને સાર્થક કરવું. અને નારીમાં જે શક્તિ છે. તેને બહાર લાવવી.
ભારતીય નારી તરીકે.
કલ્પના ચાવલા- સ્પેસમાં, ગીતા ગોપીનાથ-વિશ્ર્વના અર્થશાસ્ત્રીયન, સુષ્મા સ્વરાજ- વિદેશમંત્રી, સ્પોર્ટસમાં -હીમાદાસ એથલેટીક, મીતાલી દેસાઇ-ક્રિકેટમાં, દીપા કર્માકર-જીમ્નેસ્ટિક, સાક્ષી મલ્લીક-કુસ્તીબાજ અને અત્યારની નૌકાદળમાં દરીયાઇ સફરમાં ઇતિહાસ રચવામાં સફળ રહ્યા છે. જેમ માઁ દુર્ગા એ ચંડ મુંડ જેવા દૈત્યોનો સંહાર કર્યો છે. તેમજ નારીએ જેમ ઘરમાં સ્વચ્છતા તેમ આજુબાજુમાં સ્વચ્છતાનું ધ્યાન રાખીને વાઇરસનો નાશ કરવાનો છે.
- અરૂણાબેન છાયા સ્ત્રી પરીવારમાં ખુશી ફેલાવી શકે છે
મારૂ નામ કૃતિ ડો.નિલાંગ વસાવડા છે. મધુરમ હોસ્પીટલ ડીએનએલટી ડીપ્લોમા પેથોલોજી કર્યુ છે. એ વ્યવસાય સાથોસાથ મને થોડી એકસ્ટ્રા એકટીવીટીમાં પણ રસ છે.
મારો મોટો દીકરો જ દિવ્યાંગ છે. જેથી તેની કાળજી રાખવા સાથે ‘સેતુ’ માનસિક બાળકો અને પ્રેરણાના સ્ત્રોતથી તેઓ પાસે ગરબા, દિવાળીની ડાયરેકટલી આઇટમો બનાવીએ છીએ. રાખડી બનાવવાનું, દિવાળીના દીવા, તોરણ વિ. બનાવડાવી અને જે પણ પ્રોફીટ થાય છે તે બાળકોમાં વહેંચી દઇએ છીએ. - કૃતિ વસાવડા ગૃહિણીનું કાર્ય ખૂબ જ જવાબદારીનું છે
હું વર્ષા શાહ લગ્ન પહેલા. ત્યાર બાદ વર્ષા વસાવડા મારી ર્માંને ખૂબજ મહેનત કરતાં જોયા. પ્રેમાણ સાસુ-સસરાની છત્ર છાયામાં આગળ વધી.
વર્ષ 1985થી અત્યાર સુધી શિક્ષિકા છું. મારી શાળામાં હિન્દુ, મુસ્લિમ, બંગાળી કે પછી નેપાળી તે બધાને સમાન જ માનવા. કોઇને પણ ઉચ્ચારવાનું નહીં કે મુસ્લિમ આમ કે બંગાળી આમ, કે નેપાળી આમ. બસ, બધા જ એક સમાન એ મારા માં શક્તિ છે જે ને આગળ વધારીશ.
-વર્ષા વસાવડા