માતાજીના બ્યુટીશીયન: તેઓ જગદંબાને મેકઅપ કરી સજાવે છેOctober 09, 2018

તેઓ શ્રીફળ પર સિંદુર, તેલ લગાવે છે, વાળ માટે કાજલનો ઉપયોગ કરે છે. શ્રીફળની ચોટલીનું નાક બનાવે છે. જેમાં ચુંક-નથણી પહેરાવે છે. પીરકાઢી મુગુટ પહેરાવી જ્યારે પેઇન્ટીંગ દ્વારા આંખો ઉપસાવવામાં આવે ત્યારે સાક્ષાત માતાજીનું સ્વરૂપ ખડુ થાય છે.
કોઇપણ પ્રસંગ વાર તહેવારે મહિલાઓ બ્યુટી પાર્લરમાં જઇને તૈયાર થતા હોય છે. આવા જ શણગાર જો માતાજીને કરવામાં આવે તો ? હૃદયમાં ભકિતના ભાવ ચોક્કસ વિસ્તરે જ. આ રીતે છેલ્લા દસ વર્ષથી રાજકોટના ધ્રુવાબેન અંજારીયા માતાજીને શણગાર કરે છે. જેમાં માતાજીની મૂર્તિ નહીં પરંતુ ઘટ સ્થાપનમાં જે શ્રીફળ મુકવામાં આવે છે. તેને માઁ નું સ્વરૂપ આપે છે. આમ તો તેઓ વેસ્ટમાંથી બેસ્ટની અનેક આઇટમો બનાવે છે તેઓ આરાધના મંડળમાં પણ સક્રિય છે. પરંતુ નવરાત્રીમાં તેઓ આ રીતે માતાજીના શણગારમાં વ્યસ્ત બને છે. જેમાં તેઓ શ્રીફળ પર સિંદુર, તેલ લગાવે છે, વાળ માટે કાજલનો ઉપયોગ કરે છે. શ્રીફળની ચોટલીનું નાક બનાવે છે. જેમાં ચુંક નથણી પહેરાવે છે.
પીરકાઢી મુગુટ પહેરાવી જ્યારે પેઇન્ટીંગ દ્વારા આંખો ઉપસાવવામાં આવે ત્યારે સાક્ષાત માતાજીનું સ્વરૂપ ખડુ થાય છે. તેઓ આ શણગાર માટે એક રૂપિયાનો પણ ચાર્જ લેતા નથી. અત્યાર સુધીમાં તેમણે સો જેટલા શણગાર કર્યા હશે. આ બધું તેઓ ફકત સેવા અને ભકિત માટે જ કરે છે. જેના કારણે એક આત્મસંતોષ પણ મળે છે.