નવરાત્રિ ટિપ્સ ફ્રોમ મોમOctober 09, 2018

નવરાત્રીમાં ગરબે રમીને પાછા ફરતા મેક અપ રિમુવ કરવાનું ખાસ ધ્યાન રાખજો.જો મેક અપ સારી રીતે નહીં નીકળે તો સ્કિન એલર્જીની શકયતા છે.
* ગરબે રમતા મેક અપની ઉપર માટી રજ ચોંટી ગઈ હોય છે ઉપરાંત પસીનો ભળે છે તેથી ગરબે રમીને કાચા દૂધમાં કોટન બોલ બોળીને તેના વડે મેક અપ કાઢી નાખવો
* આ ઉપરાંત ક્લીનઝિંગ મિલ્કના ડોટ ફેસ પર કરી બે મિનિટ મસાજ કરી કોટન બોલ વડે લૂછી લો
* મેક અપ કાઢવા માટે ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરી ઉપયોગમાં લઇ શકાય છે.
* આંખોનો મેક અપ કાઢતા પહેલા કોટન બોલ વડે આઇ શેડો અને લાઈનર વગેરે કાઢી નાંખો.
* લિપસ્ટિક કાઢતા પહેલા ટીસ્યુ પેપરને બંને હોઠ વચ્ચે દબાવી બધી જ લિપસ્ટિક કાઢી નાંખો.
* એક સ્વચ્છ કપડાનો ટુકડો લો. તેના પર મધના ચારપાંચ ટીપાં લો તેના પર બેકિંગ પાવડર નાખી હળવા હાથે લૂછી નાખો. જે ક્લીનસરનું કામ કરશે.
* નાળિયેર તેલ બહુ સરસ કામ આપે છે થોડા ડ્રોપ્સ લઈ ચહેરા પણ હલકા હાથે મસાજ કરી કોટન બોલ વડે લૂછી નાખો.
* સ્ટીમ લેવાથી પણ ચહેરો એકદમ સાફ થઈ જશે. સ્ટીમ લઈ સોફ્ટ કપડાં વડે ચહેરો લૂછી નાખો.
* કાકડીનો રસ મેક અપ કાઢવા માટે ખૂબ ઉપયોગી છે.
* એક ચમચી બદામના તેલને એક અડધા કપ દૂધમાં મિકસ કરી તેના વડે મેકઅપ કાઢી શકાય છે.
* મેકઅપ કાઢી પછી ફેસવોશ વડે ચહેરો ધોઈ સારું નાઈટ ક્રીમ લગાવી લો.
* એ જ રીતે પગને હુંફાળા પાણીમાં બે મિનિટ બોળી રાખી જરાક મસાજ કરી લો.
* ત્યારબાદ નેપકીન વડે કોરા કરી ફૂટ લોશન લગાવી સોક્સ પહેરી લો.