ફૂડ ટોક October 09, 2018

ફરાળી ઢોસા
: સામગ્રી :
2 વાટકી મોરૈયો, 1 વાટકી સાબુદાણા, મીઠું સ્વાદ અનુસાર, 1 લીલું મરચું, જીરૂં, મસાલા માટે , 2 બાફેલા બટેટા, સ્વાદ મુજબ મીઠુ લીંબુનો રસ અને ખાંડ.
: પધ્ધતિ :
- મોરૈયો તથા સાબુદાણા સાફ કરી 1 કલાક
- અગાઉ પાણીમાં પલાળી રાખવા.
- ત્યારબાદ પાણી નીતારીને મિક્સરમાં ઝીણું
- પીસવું તેમાં મીઠું, જીરૂં અને લીલા મરચા ઉમેરવા.
- આ મિશ્રણમાંથી સાદા ઢોસાની જેમ જ લોઢીમાં તેલ લગાડી પુડલા ઉતારવા.
: સ્ટફિંગ માટે :
- એક ચમચી તેલ મૂકી તેમાં જીરૂ નાખી બટેટાને મેશ કરીને તેમાં નાખવા
- સ્વાદ મુજબ, મીઠું ખટાશ, ગળાશ નાખવા
- ઢોંસો ઉતારી વચ્ચે આ સ્ટફિંગ મૂકી ટોપરાની ચટણી સાથે સર્વ કરો.