ચીનનું જીયાંગસૂ ગામ, જ્યાં ગરીબીને કોઇ સ્થાન નથી October 09, 2018

બેઇજિંગ: શું તે કોઇ એવા ગામડા વિશે જાણો છો કે જ્યાં રહેતો દરેક વ્યક્તિ પૈસાદાર હોય અને તેના ખાતામાં કરોડો રૂપિયાની રાશિ જમા હોય. સાથે જ તે ગામડામાં શહેર જેવી જ તમામ સુવિધાઓ હાજર હોય. આ ગામ આપણા પાડોશી દેશ ચીનના જીયાંગસૂ પ્રાંતમાં છે. આ ગામને સુપર વિલેજ તરીકે ઓળખવામાં આવે છે. આ ગામડામાં રહેતા લોકો વૈભવી જીવન જીવે છે અને એક જાણકારી પ્રમાણે આ ગામના દરેક વ્યક્તિના ખાતામાં લગભગ 1.50 કરોડ કરતા વધુ પૈસા જમે છે. આ ગામડામાં 72 માળના સ્કાઇસ્કેપર, હેલિકોપ્ટર ટેક્સિસ, થીમ પાર્ક અને લગ્ઝરી વીલા છે. ગામડામાં મળવાપાત્ર આ સુવિધા તેને શહેરથી અલગ અને કંઇક ખાસ બનાવે છે. આ ગામમાં લગભગ 2 હજારની વસતી છે અને તે દરેક લોકોના ખાતામાં એક મિલિયન યુઆન એટલે કે લગભગ 1 કરોડ કરતા વધારે રૂપિયા જમા છે.
આ ગામમાં વસતા તમામ પરિવારને ઓથોરિટી તરફથી કાર અને વીલા આપવામાં આવી છે. જે વ્યક્તિ આ ગામ છોડે ત્યારે તેને આ તમામ ચીજવસ્તુઓ પરત કરવાની હોય છે. આ ગામને કરોડો ડોલરની કંપનીઓનો ગઢ માનવામાં આવે છે કે જેમાં સ્ટીલ અને શિપિંગ જેવી કેટલીક મુખ્ય કંપનીઓ સામેલ છે.