શેરબજારમાં છથી નવ માસ સુધી મંદી રહેવાના એંધાણ

  • શેરબજારમાં છથી નવ માસ  સુધી મંદી રહેવાના એંધાણ

 તાજેતરમાં અફડાતફડી માટે અનેક પરિબળો જવાબદાર રહૃાા છે: ત્રણ મહિના સુધી સ્થિતિ અકબંધ રહી શકે
મુંબઈ તા. 22
વેલ્યુએશનના ઇતિહાસને માપદંડ તરીકે ગણવામાં આવે તો આગામી છથી નવ મહિના સુધી શેરબજારમાં મંદી રહેવાના સંકેત દેખાઈ રહૃાા છે. જ્યારે પણ વન યર ફોરવર્ડ અર્નિંગની દ્રષ્ટિએ વેલ્યુએશન 18થી વધારે પીઈ પર પહોંચે છે ત્યારબાદ ત્રણ મહિનાથી લઇને એક વર્ષ સુધી એમએસસીઆઈ ઇન્ડિયા ઇન્ડેકસમાં રિટર્ન માઇનસમાં રહે છે.
એમએસસીઆઈ ઇન્ડિયા ડોલર ડિનોમિનેટેડ ઇન્ડેકસ છે જેનો ઉપયોગ પોતાના ઇન્ડિયન પોર્ટફોલિયોને બેંચમાર્ક કરવા માટે વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવે છે. હજુ સુધી આ ઇન્ડેકસમાં 18.17ના પીઈ પર કારોબાર ચાલી રહૃાો છે જે 10 વર્ષના એવરેજથી 18 ટકા વધારે છે. પહેલા એવું જોવામાં આવ્યું છે કે, જ્યારે પણ ઇન્ડેકસમાં 18ના પીઈથી વધારે પર કારોબાર થયો છે ત્યારે તેના આગલા વર્ષમાં રિટર્ન માઇનસ સાત ટકા રહૃાો છે. રસપ્રદ બાબત એ છે કે, એમએસસીઆઈ ઇએમ ઇન્ડેકસમાં જ્યારે પણ 9-12ના પીઈ પર કારોબાર થાય છે ત્યારે આગામી વર્ષમાં સરેરાશ રિટર્નનો આંકડો 7થી 22 ટકા વચ્ચેનો રહે છે.
આનો મતલબ એ થયો કે, જ્યારે પણ પીઈમાં ઘટાડો થાય છે. ત્યારે એવરેજ રિટર્નમાં વધારો થાય છે. દાખલા તરીકે જ્યારે ભારતીય બજારમાં પીઈ 9થી 10 વચ્ચે રહે છે ત્યારે આગામી વર્ષમાં 22 ટકાના સરેરાશ રિટર્ન મળે છે જ્યારે 17-18ના પીઈ પર ઇન્ડેકસ જાણી ગયા બાદ આગામી વર્ષમાં રિટર્ન ઘટીને સાત ટકા રહી જાય છે. છેલ્લા 10 વર્ષમાં રેકોર્ડ પરથી આ મુજબની ગણતરી કરવામાં આવી છે.
છેલ્લા 10 વર્ષમાં એસએસસીઆઈ ઇન્ડિયાના પીઈ રેશિયોના 2465 નિરીક્ષણમાં સેમ્પલ સાઇઝમાં માત્ર ચાર ટકા હિસ્સામાં જ 18થી વધારે પીઈ પર કારોબાર થયો છે.